ચીનના નવા સુરક્ષા કાયદા પર US એક્શનમાં, હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ સહિત ટોચના 10 અધિકારીઓ પર પ્રતિબંધ

|

Sep 21, 2020 | 11:06 AM

ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચીનની આક્રમકતાની વિરૂદ્ધ પગલાં ઉઠાવવાનું અમેરિકા કોઈ તક છોડી રહ્યું નથી. હવે અમેરિકાએ એક મોટું પગલું ભરતાં હોંગકોંગના મુખ્ય કાર્યકારી કેરી લેમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 […]

ચીનના નવા સુરક્ષા કાયદા પર US એક્શનમાં, હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ સહિત ટોચના 10 અધિકારીઓ પર પ્રતિબંધ

Follow us on

ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચીનની આક્રમકતાની વિરૂદ્ધ પગલાં ઉઠાવવાનું અમેરિકા કોઈ તક છોડી રહ્યું નથી. હવે અમેરિકાએ એક મોટું પગલું ભરતાં હોંગકોંગના મુખ્ય કાર્યકારી કેરી લેમ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેરી લેમ સિવાય હોંગકોંગ અને ચીનના 10 શીર્ષ અધિકારીઓ પર પણ અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં હોંગકોંગના પોલીસ કમિશનર અને ઘણા રાજકીય સચિવ સામેલ છે. તમામ 11 ચીની અધિકારીઓની અમેરિકી સંપતિ જપ્ત કરવામાં આવશે અને નાણાકીય સંપતિઓને ફ્રીજ કરી દેવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મેનુચિને કહ્યું કે પ્રતિબંધનો ઉપયોગ હોંગકોંગની આઝાદી પર લગામ લગાવનારાને નિશાનો બનાવવા માટે કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે અમેરિકા હોંગકોંગના લોકોની સાથે ઉભું છે. અમેરિકાએ આ પગલું ચીન દ્વારા હોંગકોંગ પર એક વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગૂ કરવાના થોડા દિવસ ભર્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની વિરૂદ્ધ અમેરિકા

આ કાયદાને લઈ હોંગકોંગની રાજકીય સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જોખમમાં પડી ગઈ છે. આ કાયદો કહે છે કે જો કોઈ પણ ચીનની સત્તાની વિરૂદ્ધ બોલે છે તો તેને ગંભીર કલમો હેઠળ જેલમાં મોકલવામાં આવી શકે છે. અમેરિકા હોંગકોંગના આ કાયદાની વિરૂદ્ધ છે અને હોંગકોંગના લોકો પણ આ કાયદાનો કડક વિરોધ કરી રહ્યા છે.

Published On - 4:10 am, Sat, 8 August 20

Next Article