અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનના હિંસાગ્રસ્ત વિસ્તારમાં ના જવા જાહેર કરી એડવાઈઝરી

|

Oct 07, 2022 | 11:08 AM

અમેરિકાએ (america) તેના નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના જોખમને કારણે નિયંત્રણ રેખા (LOC) ની આસપાસ પણ મુસાફરી ના કરવાની સલાહ આપી છે.

અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનના હિંસાગ્રસ્ત વિસ્તારમાં ના જવા જાહેર કરી એડવાઈઝરી
US Travel Advisory for Pakistan (symbolic image)

Follow us on

યુએસએ દ્વારા તેના નાગરિકોને આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓને પગલે પાકિસ્તાન, ખાસ કરીને પાકિસ્તાનના અશાંત પ્રાંતમાં મુસાફરી કરવાની યોજનાઓ પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં (Travel Advisory) તેના નાગરિકોને આતંકવાદ અને અપહરણની ઘટનાઓને કારણે, આઝાદીની લડત લડતા બલૂચિસ્તાન (Baluchistan) પ્રાંત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેન્દ્ર શાસિત પ્રદેશ આદિજાતિ વિસ્તાર (FATA) સહિત ખૈબર પખ્તુનખ્વા (KPK) પ્રાંતમાં મુસાફરી ના કરવા અપીલ કરી છે.

શુ હોય છે ‘લેવલ-3’ એડવાઈઝરીમાં

અમેરિકાએ ‘લેવલ-3’ એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે, જેમાં કહેવાયું છે કે, “આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાને કારણે તમારી પાકિસ્તાનની મુલાકાત પર પુનર્વિચાર કરો. પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ખતરો વધી ગયો છે.” ટ્રાવેલ એડવાઈઝરી ‘લેવલ-III’ ત્યારે જ જાહેર કરવામાં આવે છે, જ્યારે લાંબા ગાળાની અથવા ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે મુસાફરો અને મુલાકાતીઓ માટે જોખમ ઊભું થવાની સંભાવનાઓ હોય અને જ્યારે બિન-આવશ્યક મુસાફરી ટાળવી જરૂરી માનવામાં આવે છે.

LOCની આસપાસ ના જવા સલાહ

અમેરિકાએ પણ તેના નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના જોખમને કારણે નિયંત્રણ રેખા (એલઓસી)ની આસપાસ પણ મુસાફરી ના કરવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “આતંકવાદીઓ કોઈ ચેતવણી વિના હુમલો કરી શકે છે.” તેઓ પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ, લશ્કરી સ્થાપનો, એરપોર્ટ, યુનિવર્સિટીઓ, પ્રવાસી સ્થળો, શાળાઓ, હોસ્પિટલો, પૂજા સ્થાનો અને સરકારી સુવિધાઓને નિશાન બનાવી શકે છે. આતંકવાદીઓએ ભૂતકાળમાં યુએસ રાજદ્વારીઓ અને રાજદ્વારી કાર્યલય પર હુમલા કર્યા છે.”

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ભારતે કેનેડા જતા પ્રવાસીઓ માટે જાહેર કરી હતી એડવાઈઝરી

ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કેનેડામાં (Canada) રહેતા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી  જાહેર કરવામાં આવી હતી, જેમાં સુરક્ષા અંગે ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ કેનેડિયન પક્ષે પણ ભારતમાં પ્રવાસને લઈને તેના નાગરિકો માટે એડવાઈઝરી (Travel Advisory) જાહેર કરી હતી. કેનેડાએ તેના લોકોને ગુજરાત, પંજાબ અને રાજસ્થાનથી દૂર રહેવા કહ્યું હતુ. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતુ કે તેઓ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદો પર 10 કિમી સુધીની ત્રિજ્યાથી દૂર રહેવુ.

Next Article