US New Citizenship Act 2023: નાગરિકતા આપવાનો નિયમ બદલી રહ્યું છે અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો પર શું થશે અસર જાણો…

US Citizenship Act:યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતની ડિગ્રી મેળવનારાઓ માટે અમેરિકામાં રહેવાથી ભારતીયો માટે યુએસમાં રહેવાનું સરળ બનશે.

US New Citizenship Act 2023: નાગરિકતા આપવાનો નિયમ બદલી રહ્યું છે અમેરિકા, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો પર શું થશે અસર જાણો...
VISA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 11:42 AM

US New Citizenship Act 2023: અમેરિકાની સત્તાધારી પાર્ટી ડેમોક્રેટિકે નવો નાગરિકત્વ કાયદો રજૂ કર્યો છે. સરકારે તે ગ્રીન કાર્ડ માટેનો દેશ-ક્વોટા નાબૂદ કરવાનો અને H-1B વિઝા સિસ્ટમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુએસ કોંગ્રેસ પાર્ટીના સભ્ય લિન્ડા સાંચેઝે(Linda Sanchez) યુએસ સિટીઝનશિપ એક્ટ 2023 રજૂ કર્યો છે.

આમાં તમામ 1.1 કરોડ undocumented migrants ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આનાથી TPS ધારકો અને કેટલાક ખેત કામદારોને તાત્કાલિક નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થશે.

આ નવો યુએસ નાગરિકત્વ કાયદો યુએસમાં કામ કરતા ભારતીયોના બાળકોને અભ્યાસ સહિત, ગ્રીન કાર્ડ મેળવવાની, H-1B ધારકોના આશ્રિતોને કામ કરવાની મંજૂરી આપશે અને H-1B ધારકોના બાળકો ઉમર વધવાને કારણે વીઝા સંબંધીત પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તે દુર થશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ભારતીયોને ફાયદો થશે

અમેરિકાના નવા નાગરિકતા કાયદા અનુસાર, લોકોને બહાર કાઢવાના ડર વિના 5 વર્ષ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ નાગરિકતા કાયદા પરની મર્યાદાને દૂર કરવાથી રોજગાર-આધારિત ઇમિગ્રેશન સિસ્ટમને બદલી શકાશે. આ બિલને કારણે, યુએસની યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં ડિગ્રી મેળવનારા ભારતીયો માટે યુએસમાં રહેવું સરળ બનશે. આ સિવાય ભારતીય અથવા અન્ય કોઈ પણ દેશના લોકો કે જેમને ઓછો પગાર મળે છે તેમના માટે જીવવું સરળ બનશે.

ગ્રીન કાર્ડ સ્થાયી નિવાસી હોવાનો પૂરાવો

અમેરિકામાં H-1B વિઝાની મદદથી ભારતમાંથી કામ કરવા જનારા લોકો માટે આસાન છે. આ વિઝા સિસ્ટમ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે કોઈપણ યુએસ કંપનીઓમાં કામ કરતા આવા ભારતીય વ્યાવસાયિકોને રોજગાર પ્રદાન કરવામાં મદદ કરે છે. અમેરિકાની ટેક ફાર્મ કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે. તે જ સમયે, ગ્રીન કાર્ડ કોઈપણ વ્યક્તિને યુએસમાં કાયમી નિવાસી તરીકે રહેવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ અમેરિકામાં રહેતા બહારના લોકો માટે પુરાવા તરીકે થાય છે.

g clip-path="url(#clip0_868_265)">