AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi to Visit America: વડાપ્રધાન મોદી જશે અમેરિકાના પ્રવાસે, જો બાઈડનની સાથે વ્હાઈટ હાઉસમાં કરશે ખાસ ડિનર

જણાવી દઈએ કે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે આ વર્ષે ભારતમાં G-20 સમિટ યોજાવાની છે. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત અનેક દેશોના નેતાઓ ભાગ લેશે. આ વર્ષે બંને નેતાઓ બે વખત મળશે.

PM Modi to Visit America: વડાપ્રધાન મોદી જશે અમેરિકાના પ્રવાસે, જો બાઈડનની સાથે વ્હાઈટ હાઉસમાં કરશે ખાસ ડિનર
PM Modi and Joe biden
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 9:21 PM
Share

PM to Visit USA: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) જૂન મહિનામાં અમેરિકા જશે. રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) અને તેમની પત્ની જીલ બાઈડન વડાપ્રધાન મોદીની યજમાની કરશે. વ્હાઈટ હાઉસે બુધવારે આ અંગે જાણકારી આપી છે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે 22 જૂને પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનર કરશે. નિવેદન અનુસાર પીએમ મોદીની મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.

આ પણ વાંચો: કંગાળ છે Pakistan પણ કરોડપતિ છે ઈમરાન ખાન, 600 એકરની જમીન સહિત આ સંપત્તિના માલિક છે પૂર્વ PM

પીએમ મોદી અને જો બાઈડન વચ્ચે અનેક મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને જો બાઈડન વચ્ચે આર્થિક, ઈન્ડો-પેસિફિક, ક્લાઈમેટ ચેન્જ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

આ વર્ષે બંને નેતાઓ બે વખત મળશે.

જણાવી દઈએ કે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે આ વર્ષે ભારતમાં G-20 સમિટ યોજાવાની છે. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત અનેક દેશોના નેતાઓ ભાગ લેશે. આ વર્ષે બંને નેતાઓ બે વખત મળશે.

પીએમ મોદી પહેલીવાર અમેરિકામાં જો બાઈડનને મળશે. તે જ સમયે, જો બાઈડન જી-20 સંમેલન દરમિયાન પીએમ મોદીને મળશે. આ પહેલા બંને નેતાઓ જી-20 સમિટ દરમિયાન ઈન્ડોનેશિયાના બાલીમાં મળ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">