US: રાહુલના ભાષણ વચ્ચે ભારત વિરોધી સૂત્રોચ્ચાર, કોંગ્રેસ નેતા હસતા જ ભાજપ થયુ આક્રમક, જુઓ Video

રાહુલ ગાંધી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ખાલિસ્તાની તરફી નારા લગાવવા લાગ્યા હતા. આના પર કોંગ્રેસના નેતા હસતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

US: રાહુલના ભાષણ વચ્ચે ભારત વિરોધી સૂત્રોચ્ચાર, કોંગ્રેસ નેતા હસતા જ ભાજપ થયુ આક્રમક, જુઓ Video
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 5:27 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં તેજી લાવે છે. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે બુધવારે ભારતીયો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ક્યારેક પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું તો ક્યારેક સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. દરમિયાન, કેલિફોર્નિયામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ખાલિસ્તાનીઓએ તેમને હેરાન કર્યાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રાહુલના ભાષણ દરમિયાન એક તબક્કે કેટલાક લોકો ખાલિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. જોકે રાહુલે ‘ભારત જોડો કે નારે’ અને ‘મોહબ્બત કી દુકાન’ દ્વારા તેનો સામનો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પર તેમનું સ્મિત મોટા રાજકીય વિવાદ સર્જ્યો છે.

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી છ દિવસના યુએસ પ્રવાસ પર છે અને બુધવારે ભારતીયો સાથે તેમની પહેલી વાતચીત હતી. જે પહેલાથી જ વિવાદોનું કેન્દ્ર બની ચૂકી છે. નવી સંસદ ભવન પર તેમની ટિપ્પણી માટે, કોંગ્રેસ નેતા પર ફરી એકવાર વિદેશી ધરતી પર ભારતનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારે ખાલિસ્તાન તરફી નારાઓ પર તેમની પ્રતિક્રિયા પણ તપાસ હેઠળ આવી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વિવેક અગ્નિહોત્રીએ નક્સલવાદી નેતાને જણાવ્યું હતું

વાસ્તવમાં, જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન ખાલિસ્તાનીના સમર્થનના નારા લાગ્યા. આના પર કોંગ્રેસના નેતાઓ હસતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે રાહુલ ગાંધીના સ્મિત પર સવાલો ઉઠી રહ્યા છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ તો રાહુલને અલગતાવાદી અને શહેરી નક્સલ જૂથોનો નેતા ગણાવ્યા હતા. વિવેકે કહ્યું કે રાહુલ ગાંધી હવે તમામ અલગતાવાદી અને નક્સલ જૂથોના નેતા તરીકે ઓળખાય છે. તેમના ભાષણના વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો ખાલિસ્તાનના નારા લગાવી રહ્યા છે અને તેઓ હસી રહ્યા છે. વિવેકે આગળ કહ્યું કે શું તમે અનુમાન લગાવી શકો છો કે તેનો અર્થ શું છે? આવનારો સમય જોખમી બની શકે છે.

ભાજપનો આરોપ

આ જ વીડિયોને શેર કરતી વખતે બીજેપીના અમિત માલવિયાએ લખ્યું કે, રાહુલ ગાંધીએ અમેરિકામાં 1984માં થયેલા શીખ નરસંહારની વાત કરી હતી. જે તેમની સરકાર દ્વારા જ કરવામાં આવ્યું હતું. તેણે આગળ લખ્યું કે નફરતની એવી આગ હતી, જે આજ સુધી ઓલવાઈ નથી.

કોંગ્રેસનો વળતો પ્રહાર

આના પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે માલવિયા પર વળતો પ્રહાર કર્યો. તેમણે પૂછ્યું કે અમિત માલવિયા રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે ખાલિસ્તાન તરફી તત્વોને કેમ સમર્થન આપી રહ્યા છે. તમને ભારતને તોડવાની લાલસા કેમ છે ? જો તમે આગળ સાંભળ્યું હોત, તો તમને ખબર પડી હોત કે લોકોએ તે ખાલિસ્તાની નારાઓનો જવાબ આપવા માટે કેવી રીતે ભારત જોડો ના નારા લગાવ્યા હતા. તિરંગો હાથમાં લઈને જોરથી બોલો ‘જોડો-જોડો, ભારત જોડો’. મારા પર વિશ્વાસ કરો, તમારા જેવા દેશદ્રોહીને પણ ગમશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">