76th UNGA: ન્યુયોર્કમાં પીઝાનો આનંદ લઈ રહ્યા છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો, વેક્સીન વગર પહોંચ્યા અમેરિકા
ન્યુયોર્કમાં (New York) બોલસોનારો ફરી રહ્યા છે. આ તે સમયે ઘટના સામે આવી છે જ્યારે કોઈને રસી વિના અહીં પ્રવેશવાની પરવાનગી મળી રહી નથી. લોકોને ન્યૂયોર્કની રેસ્ટોરન્ટમાં પ્રવેશવા માટે રસીના પુરાવાની જરૂર છે. પરંતુ બોલસોનારો પણ આ અંગે ચિંતિત નથી.
હંમેશા વિવાદોમાં રહેનાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો (Jair Bolsonaro) ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો હાલમાં ન્યૂયોર્કમાં છે અને અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76માં અધિવેશનમાં ભાગ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે એક નવા વિવાદને જન્મ આપ્યો છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટમાં પિઝાની મજા માણતા જોવા મળ્યા છે. ખાસ વાત એ છે કે બોલસોનારોએ કોરોનાની રસી લેવાનો ઈનકાર કર્યો છે. બોલસોનારો રસી લીધા વિના ન્યૂયોર્ક પહોંચી ગયા છે અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
બોલસોનારોએ કહ્યું – મારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે
બોલસોનારો ન્યુયોર્કમાં ફરી રહ્યા છે અને તે પણ જ્યારે કોઈને વેક્સીન વિના અહીં પ્રવેશવાની પરવાનગી મળી રહી નથી. લોકોને ન્યૂયોર્કની રેસ્ટોરન્ટમાં પ્રવેશવા માટે વેક્સિનના પુરાવાની જરૂર છે. પરંતુ બોલસોનારો પણ આ અંગે ચિંતિત નથી. બોલસોનારો વર્ષથી કોરોના રસીનો વિરોધ કરી રહ્યા છે. ન્યૂયોર્ક આવતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમની રોગપ્રતિકારક શક્તિ કોરોના વાયરસ સામે ટકી શકે તેટલી મજબૂત છે.
સમર્થકોએ કહ્યું – વાહ શું રાષ્ટ્રપ્રમુખ છે
બોલસોનારોની કેબિનેટના બે મંત્રીઓએ બોલસોનારો તેમના સાથી મંત્રીઓ સાથે પિઝા ખાતા ફોટોગ્રાફ પોસ્ટ કર્યા છે. આ ફોટો રવિવારની રાતનો છે. બોલસોનારોના સમર્થકોએ પણ તેમના નેતાની સાદગીની પ્રશંસા કરી છે. સમર્થકોનું કહેવું છે કે તેમના રાષ્ટ્રપતિ મેનહટનની એક હોટલ પાસેની શેરીમાં પિઝા ખાતી વખતે ખૂબ જ સરળ જીવન જીવવામાં માને છે. સમર્થકો એ જોઈને ખૂબ જ ખુશ છે કે તેમના રાષ્ટ્રપતિ તે જ હોટલની નજીક પિઝા ખાઈ રહ્યા છે, જ્યાં તેઓ રોકાયા છે.
યુકેના પીએમને વિચિત્ર જવાબ આપ્યો
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને સોમવારે એક બેઠકમાં બોલસોનારોને પૂછ્યું કે શું તેમને વેક્સીન લીધી? આના પર બોલસોનારોએ જવાબ આપ્યો, ‘ના, હજી નથી લીધી.’ ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિઓએ વિશ્વના નેતાઓને શહેરમાં આવતા પહેલા રસીનો ડોઝ લેવા અપીલ કરી છે. આ જ અપીલ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોને પણ કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે સામાન્ય સભાના વડા અબ્દુલ્લા શાહિદે 193 દેશોને અપીલ કરી હતી કે યુએનમાં કોવિડ-19 રસી સમ્માન સિસ્ટમ ચાલુ છે. રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને રાજદ્વારીઓ જ્યારે તેઓ અહીં આવે ત્યારે વેક્સિનેશનનો પુરાવો બતાવવાની જરૂર નથી.
ન્યૂયોર્કમાં બ્રાઝિલના રાજદ્વારી પોઝિટિવ
કેટલાક નેતાઓ UNGAમાં સામેલ નથી થયા. તેણે નક્કી કર્યું છે કે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કોન્ફરન્સમાં હાજરી આપશે. તાજેતરમાં ન્યૂયોર્કમાં બ્રાઝિલના રાજદ્વારી કોવિડ પોઝિટિવ આવ્યા હતા. યુએનમાં બ્રાઝિલના મિશને આ અંગે કોઈ પણ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. યુએનના પ્રવક્તા સ્ટીફન દુજારીકે જણાવ્યું હતું કે “અમે આ બાબતથી વાકેફ છીએ અને અમે બ્રાઝિલના મિશન સાથે સતત સંપર્કમાં છીએ.” બોલસોનારો રાજ્યના પ્રથમ વડા હશે જે મંગળવારે સામાન્ય સભાને સંબોધશે.
આ પણ વાંચો : તાલિબાન સાથે સંપર્કમાં છે નાપાક પાકિસ્તાન, ટોપ સૈન્ય અધિકારીએ બતાવ્યું આ પાછળનું કારણ
આ પણ વાંચો :Gandhinagar : પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરાશે : પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા