ખરાબ રીતે ફસાયા Zelensky! રશિયન સૈનિકોની હત્યા મામલે અનેક દેશો ગિન્નાયા, યુએન દ્વારા અપાયા તપાસના આદેશ

|

Nov 21, 2022 | 11:14 AM

યુક્રેન (Ukraine)વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્રએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સંયુક્ત રાષ્ટ્રે એ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે કે જે વીડિયો ફૂટેજના આધારે રશિયા યુક્રેન દ્વારા પોતાની સેનાની હત્યા વિશે જણાવી રહ્યું છે તેમાં કેટલું સત્ય છે.

ખરાબ રીતે ફસાયા Zelensky! રશિયન સૈનિકોની હત્યા મામલે અનેક દેશો ગિન્નાયા, યુએન દ્વારા અપાયા તપાસના આદેશ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી
Image Credit source: PTI

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધના પ્રારંભિક દિવસોમાં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ક્રૂરતાને રોકવા માટે વિવિધ દેશોએ રશિયા વિરુદ્ધ વિવિધ કડક પગલાં લીધાં હતાં. જો કે, યુદ્ધના 9 મહિના પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી અને તેમની સેના દરેકના નિશાના પર આવી ગઈ છે. પોલેન્ડમાં મિસાઈલ છોડવા બદલ ઝેલેન્સ્કી પર પહેલા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને હવે રશિયન સૈનિકોની ક્રૂર હત્યા માટે તેમની ટીકા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં, રશિયાએ યુક્રેન પર આરોપ લગાવ્યો છે કે તેની સેનાએ ઘણા નિઃશસ્ત્ર રશિયન યુદ્ધ કેદીઓને ઠાર કર્યા છે. રશિયાના હાથમાં આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ આવ્યા છે, જેના આધારે તે આ દાવો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રશિયન યુદ્ધ કેદીઓની ક્રૂર હત્યા બાદ યુક્રેન પર સતત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના પર અનેક અવાજ ઉઠાવ્યા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સંયુક્ત રાષ્ટ્રે એ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે કે જે વીડિયો ફૂટેજના આધારે રશિયા યુક્રેન દ્વારા પોતાની સેનાની હત્યા વિશે જણાવી રહ્યું છે તેમાં કેટલું સત્ય છે. સંયુક્ત રાષ્ટ્રએ આ મામલે યોગ્ય પુરાવા એકત્ર કરવા અને યુક્રેન વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઘણા અમેરિકન મીડિયાએ પણ રશિયાના દાવાને યોગ્ય ઠેરવ્યો છે અને રશિયન સૈનિકોને ગોળી મારવાના વીડિયોની પુષ્ટિ કરી છે. હવે એવું કહેવું ખોટું નહીં હોય કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર પશ્ચિમી દેશોનું દબાણ વધી રહ્યું છે.

બાયડેન ઝેલેન્સ્કીથી નારાજ !

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એવા પણ સમાચાર છે કે ઝેલેન્સકી આ મામલે ચર્ચા કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનનો સતત સંપર્ક કરી રહ્યા છે. જોકે બાયડેન તેનો ફોન રિસીવ કરી રહ્યો નથી. સૂત્રોએ જણાવ્યું કે ઝેલેન્સકીએ બાયડેન સાથે વાત કરવા માટે ઘણા વ્હાઇટ હાઉસને ફોન કર્યો, પરંતુ ત્યાંથી તેમને કોઈ જવાબ મળ્યો નહીં. એવું માનવામાં આવે છે કે પોલેન્ડમાં મિસાઈલ હુમલાને લઈને બાયડેન ઝેલેન્સ્કીથી ખૂબ નારાજ છે અને ઝેલેન્સકી સતત બાયડેન સાથે વાત કરવાનો અને તેમની પાસે ખુલાસો રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાયડેને પોલેન્ડમાં મિસાઈલ હુમલા પર કહ્યું હતું કે રશિયા દ્વારા આ હુમલાની શક્યતા ઘણી ઓછી છે. તેમણે મિસાઈલ હુમલા અંગે ચર્ચા કરવા માટે વિશ્વના અન્ય નેતાઓ સાથે ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

જાપાનના પૂર્વ PMએ ઝેલેન્સકી પર ઉઠાવ્યા સવાલ

આ સાથે જ આ સમગ્ર મામલે જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિરો મોરીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે યુક્રેનની ખરાબ સ્થિતિ માટે ઝેલેન્સકી પોતે જ જવાબદાર છે. મોરીએ કહ્યું કે દરેક વ્યક્તિ પુતિન પર હુમલો કરી રહ્યા છે, પરંતુ ઝેલેન્સકી પર કોઈ સવાલ નથી કરી રહ્યું. જ્યારે યુક્રેનની ખરાબ સ્થિતિ માટે ખુદ ઝેલેન્સકી પણ જવાબદાર છે. યોશિરો મોરીએ જાપાની મીડિયાને પણ ભીંસમાં મૂક્યું અને કહ્યું કે જાપાની મીડિયાએ રશિયા-યુક્રેન યુદ્ધમાં માત્ર પશ્ચિમી દેશોનો પક્ષ લેવાનો પ્રયાસ કર્યો છે.

Next Article