Russia Ukraine War: યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે યુક્રેન, યુરોપિયન સંસદે ઝેલેન્સકી સરકારની અરજી સ્વીકારી

|

Mar 01, 2022 | 7:55 PM

યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે. આ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીની સરકારે સોમવારે સભ્યપદ માટે અરજી કરી હતી.

Russia Ukraine War: યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે યુક્રેન, યુરોપિયન સંસદે ઝેલેન્સકી સરકારની અરજી સ્વીકારી
Ukraine will become a member of the European Union, the application has been accepted

Follow us on

રશિયા (Russia) સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન (Ukraine) યુરોપિયન યુનિયનનું (European Union) સભ્ય બનશે. યુક્રેનને સભ્ય બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યુરોપિયન સંસદે (European Parliament) સભ્યપદ માટે યુક્રેનની અરજી સ્વીકારી લીધી છે.તમને જણાવી દઈએ કે, હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધમાં અત્યાર સુધી ઘણું નુકસાન થયું છે.

રશિયા યુક્રેનના મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. રશિયન સેના દ્વારા કિવ સહિત દેશના મોટા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રશિયન સેના અને યુક્રેનિયન સેના વચ્ચે લડાઈ ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનમાં સભ્યપદ માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનમાં યુક્રેનના સભ્યપદ માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા.બાદમાં આ અરજી યુરોપિયન યુનિયનમાં ફ્રાન્સના કાયમી પ્રતિનિધિ લેજિસલ-કોસ્ટાને સોંપવામાં આવી હતી. ઝેલેન્સકીએ યુક્રેનિયન સંસદના વડા, વર્ખોવના રાડા અને વડા પ્રધાન દિમિત્રી શ્મિગેલ સાથે સંયુક્ત વિનંતી પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યુ,મેં યુક્રેનની યુરોપિયન યુનિયન સભ્યપદ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. મને ખાતરી છે કે અમે આ હાંસલ કરી શકીશું. સોમવારે ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયનને પણ સંબોધિત કર્યું હતુ.

ઝેલેન્સકીએ યુરોપિયન યુનિયન સાથે વાત કરી

મંગળવારે ફરી એકવાર રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુરોપિયન સંસદને સંબોધિત કર્યું. ઝેલેન્સકીએ યુક્રેનિયન સંસદના સ્પીકર રુસ્લાન સ્ટેપાનચુક સાથે યુરોપિયન સંસદના અસાધારણ સત્ર દરમિયાન ભાષણ આપ્યું હતું. સત્ર દરમિયાન ઝેલેન્સ્કીએ સ્ટેન્ડિંગ ઓવેશન પણ મેળવ્યું. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, તેણે યુરોપિયન યુનિયનને તે સાબિત કરવા કહ્યું કે તે યુક્રેનની સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે યુક્રેનના લોકો તેમની જમીન અને તેમની આઝાદી માટે લડી રહ્યા છે, તેમ છતાં જુદા જુદા ભાગોમાંથી રશિયન સૈનિકોના આગમનને કારણે દેશના તમામ શહેરો પર નાકાબંધી કરી દેવામાં આવી છે.

 

 

આ પણ વાંચો : Russia Ukraine War : EUમાં ભાવુક થયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, કહ્યું ‘સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે રશિયા’

Published On - 6:26 pm, Tue, 1 March 22

Next Article