યુક્રેન યુદ્ધ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે! રશિયાનું કાઉન્ટડાઉન શરૂ, સેના પાસે સમાપ્ત થઈ રહ્યો છે દારૂગોળો અને મેનપાવર

|

Mar 20, 2022 | 3:27 PM

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને એક મહિનો થવા આવ્યો છે. આવી સ્થિતિમાં યુક્રેનને થોડી રાહત મળી શકે છે. અમેરિકાના (America) એક જનરલે આવો સનસનીખેજ દાવો કર્યો છે.

યુક્રેન યુદ્ધ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે! રશિયાનું કાઉન્ટડાઉન શરૂ, સેના પાસે સમાપ્ત થઈ રહ્યો છે દારૂગોળો અને મેનપાવર
Russian soldiers

Follow us on

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને (Russia-Ukraine War) એક મહિનો થવા આવ્યો છે. આવી સ્થિતિમાં યુક્રેનને થોડી રાહત મળી શકે છે. અમેરિકાના (America) એક જનરલે આવો સનસનીખેજ દાવો કર્યો છે. વાસ્તવમાં અમેરિકાના લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસનું માનવું છે કે રશિયા પાસે સૈનિકોની સંખ્યા અને દારૂગોળો બંને ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં તેની પાસે યુક્રેન પર જીત મેળવવા માટે માત્ર એક સપ્તાહનો સમય છે. લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે કહ્યું કે, રશિયા હવે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે. અમેરિકી જનરલે ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો છે.

ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે (Lt Gen Ben Hodges) કહ્યું, ‘આ જ કારણ છે કે રશિયા હવે મદદ માટે ચીન તરફ વળ્યું છે અને હવે તે સીરિયન લડવૈયાઓની ભરતી કરી રહ્યું છે.’ તેમણે કહ્યું, રશિયન જનરલોનો સમય, દારૂગોળો અને માનવશક્તિ સમાપ્ત થવા જઈ રહ્યો છે. પરંતુ મને આ મૂલ્યાંકન પર વિશ્વાસ છે. યુએસ જનરલે કહ્યું, ‘ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન અમારી પાસે લગભગ 29 ટકા સેના તૈનાત હતી. આવી સ્થિતિમાં તેને જાળવી રાખવું મુશ્કેલ હતું.

સેનામાં યુવાનોની ભરતી

લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી લગભગ 130,000 રશિયન પરિવારોને તેમના 18-25 વર્ષની વયના પુત્રોને ભરતી કેન્દ્રોમાં મોકલવા માટે કહેવામાં આવ્યું છે. અહીંથી તેને રશિયન સેનામાં સામેલ કરવામાં આવશે. તે જ સમયે, યુએસ અધિકારીઓએ નકલી રશિયન મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેન વતી લડી રહેલા ત્રણ અમેરિકન સૈનિકો પણ યુદ્ધમાં માર્યા ગયા હતા. અમેરિકાએ કહ્યું છે કે, આવા અહેવાલો નકલી છે અને ત્રણેય સૈનિકો જીવિત છે. રશિયન સરકારી અખબાર પ્રવદાએ ગુરુવારે (17 માર્ચ) દાવો કર્યો હતો કે, રશિયન સૈન્યએ ત્રણ અમેરિકન ભાડૂતી સૈનિકોને મારી નાખ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શનિવારે રશિયન સેના દ્વારા ઘેરાયેલા યુક્રેનના શહેરોમાંથી સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોના સલામત સ્થળાંતર માટે બનાવેલા 10માંથી 8 માનવતાવાદી કોરિડોર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરીના વેરેશચુકે જણાવ્યું હતું કે, કુલ 6,623 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 4,128 મારીયુપોલના હતા. આ તમામ લોકોને યુક્રેનના ઉત્તર-પશ્ચિમ શહેર ઝાપોરિઝિયા લઈ જવામાં આવ્યા છે. રશિયન સેના મેરીયુપોલની અંદર ઝડપથી આગળ વધી રહી છે અને તેણે શહેરને નષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચો: બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે

આ પણ વાંચો: અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે, જાણો વિગતવાર

Next Article