Ukraine: રશિયાની આક્રમકતા યુક્રેન પૂરતી મર્યાદિત નથી, સમગ્ર યુરોપને નિશાન બનાવવામાં આવી રહ્યું છે – ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા (Russia) તેની આક્રમકતા દ્વારા સમગ્ર યુરોપને નિશાન બનાવી રહ્યું છે અને તમામ લોકશાહીની સુરક્ષા માટે તેના દેશ પર રશિયન આક્રમણને રોકવું જરૂરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukrainian President Volodymyr Zelenskyy) કહ્યું કે, રશિયા (Russia) તેની આક્રમકતા દ્વારા સમગ્ર યુરોપને નિશાન બનાવી રહ્યું છે અને તમામ લોકશાહીની સુરક્ષા માટે તેના દેશ પર રશિયન આક્રમણને રોકવું જરૂરી છે. શનિવારે મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધતા, ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયન હુમલાનો હેતુ યુક્રેન સુધી સીમિત ન હતો અને સમગ્ર યુરોપિયન પ્રોજેક્ટ રશિયાનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું, તેથી યુક્રેનની શાંતિની ઇચ્છાને સમર્થન આપવુંએ માત્ર તમામ લોકશાહીઓની જ નહીં, પરંતુ યુરોપની તમામ શક્તિઓની નૈતિક ફરજ છે. વાસ્તવમાં આ દરેક સંસ્કારી દેશ માટે સંરક્ષણની વ્યૂહરચના છે. ઘણા યુરોપિયન નેતાઓએ યુદ્ધગ્રસ્ત રાષ્ટ્ર, યુક્રેન સાથે એકતા દર્શાવવાના પ્રયાસો કર્યા છે. ઝેલેન્સકીએ યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લેવા બદલ બ્રિટન અને ઓસ્ટ્રિયાના નેતાઓનો આભાર માન્યો હતો.
ઉર્સુલા વોન ડેરનો માન્યો આભાર
તેમણે વૈશ્વિક સ્તરે ભંડોળ એકત્રીકરણ કાર્યક્રમ માટે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનો પણ આભાર માન્યો. આ પ્રોગ્રામે યુક્રેનિયન નાગરિકોને મદદ કરવા માટે 10 બિલિયન યુરો કરતાં વધુ એકત્ર કર્યા છે. ઝેલેન્સકીએ રશિયન તેલ અને ગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તેમની હાકલનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે પૂર્વી યુક્રેનના ક્રમાટોર્સ્કમાં રેલવે સ્ટેશન પર થયેલા હુમલાને રશિયન સૈન્ય યુદ્ધ અપરાધનું નવીનતમ ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે, પશ્ચિમી દેશોએ યુક્રેનને જોયા પછી મદદ કરવા માટે વધુ પગલાં લેવા જોઈએ.
રેલ્વે સ્ટેશન પર હુમલામાં 52ના મોત
રેલવે સ્ટેશન પર થયેલા હુમલામાં 52 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, રશિયાએ હુમલાની જવાબદારી નકારી કાઢી છે અને મોસ્કોને દોષી ઠેરવવા માટે યુક્રેનિયન સૈન્ય પર હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. ઝેલેન્સકીએ શનિવારે કહ્યું કે, રશિયાએ નાગરિકો પર હુમલો કરીને વિશ્વને ચોંકાવી દીધું છે, પરંતુ યુક્રેન શાંતિ માટે પ્રતિબદ્ધ છે. આ સાથે, ઝેલેન્સકીએ ફરી એકવાર અન્ય દેશોને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરી.
રાજદ્વારી ઉકેલ માટે હાકલ કરી
ક્રેમેટોર્સ્ક શહેરમાં એક ટ્રેન સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયાના એક દિવસ બાદ તેમણે એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં આ નિવેદન આપ્યું હતું. ઝેલેન્સકીએ કહ્યું કે, કોઈ પણ એવી વ્યક્તિ અથવા લોકો સાથે સમાધાન કરવા માંગતું નથી જેણે તેના દેશ પર જુલમ કર્યો છે. એક પિતા અને વ્યક્તિ તરીકે હું આ વાત સારી રીતે સમજું છું. તેમણે કહ્યું, પરંતુ હું રાજદ્વારી ઉકેલની તક ગુમાવવા માંગતો નથી. આપણે જીવવા માટે લડવું અને લડવું જ પડશે. તેમણે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે યુક્રેનના લોકો છ સપ્તાહના યુદ્ધ સહન કર્યા પછી પણ શાંતિ સ્વીકારશે.
આ પણ વાંચો: Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-