AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“બ્રિટન ગુલામોના લોહીથી રંગાયેલુ છે” નારા સાથે રાજા ચાર્લ્સ-3 પર ફેંકાયા ઇંડા, આરોપી યુવકની ધરપકડ

કિંગ ચાર્લ્સ ત્રીજાને બ્રિટનના (UK)યોર્ક વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે વિરોધ કરનારને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બ્રિટન ગુલામોના લોહીથી રંગાયેલુ છે નારા સાથે રાજા ચાર્લ્સ-3 પર ફેંકાયા ઇંડા, આરોપી યુવકની ધરપકડ
કિંગ ચાર્લ્સ પર ઇંડા ફેંકાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 11:15 AM
Share

કિંગ ચાર્લ્સ ત્રીજાને બ્રિટનના યોર્ક વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, કિંગ યોર્ક વિસ્તારમાં પ્રવાસ પર હતા જ્યાં એક પ્રદર્શનકારીએ ચાર્લ્સ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરતા ઈંડા ફેંકવાનું શરૂ કર્યું. આ ઘટનાથી ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે હળવા સૂત્રોચ્ચાર વચ્ચે રાજા ચાર્લ્સના કપડા પર ઈંડું મૂકતાની સાથે જ થોડી ક્ષણો માટે અરાજકતાનો માહોલ છવાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

“બ્રિટન ગુલામોના લોહીથી રંગાયેલું” રાજ પરિવાર વિરૂદ્ધ લાગ્યા નારા

પ્રદર્શનકારી બ્રિટિશ રાજ પરિવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બ્રિટન ગુલામોના લોહીથી બનેલું છે અને અંગ્રેજોએ સાડા ત્રણ કરોડ લોકોને ગુલામ બનાવી રાખ્યા છે. પોલીસે વિરોધ કરનારને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે ઘટના બાદ પરંતુ ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. રાજા ચાર્લ્સ III અને કેમિલા તેમની માતા અને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ની પ્રતિમાનું અનાવરણ કરવા અહીં પહોંચ્યા હતા.

આરોપીની પોલીસે ટિંગાટોળી કરીને ધરપકડ કરી

યોર્કશાયરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઇંડા ફેંકનાર 23 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી છે. કિંગ ચાર્લ્સ-III  અને ક્વીન કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યા હતા. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે રાજા પર  ઈંડા ફેંક્યા હતા.

આ મામલે પોલીસે જણાવ્યું હતું  કે – રાજા અને રાણી મિકલગેટ બાર પર લોકો સાથે વાત કરી રહ્યા હતા. લોકો રાજાને આવકારવા માટે ‘ગોડ સેવ ધ કિંગ’ ગાતા હતા ત્યારે એક વ્યક્તિએ નારા લગાવતા તેમના પર ઈંડા ફેંક્યા હતા. ઇંડા ફેંકનાર યુવક બૂમો પાડી રહ્યો હતો – આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. અમે તે યુવકની ધરપકડ કરી છે.

આરોપીની ઓળખ થઇ ગઇ છે

એક રિપોર્ટ અનુસાર ઈંડા ફેંકનાર વ્યક્તિનું નામ પેટ્રિક થેલવેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, તે ડાબેરી કાર્યકર્તા છે અને સ્થાનિક ચૂંટણીમાં ગ્રીન પાર્ટીનો ઉમેદવાર રહી ચૂક્યા છે. પેટ્રિક યુનિવર્સિટી ઓફ યોર્ક ગાર્ડનિંગ સોસાયટીના પ્રમુખ પણ રહી ચૂક્યો છે. તેઓ બ્લોગ પર ક્લાઈમેટ ચેન્જ વિશે લખતા રહે છે.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">