UK News : કિંગ ચાર્લ્સ પર ફરી ઈંડું ફેંકાયું , ઇંડું ફેકનાર આરોપીની ધરપકડ

|

Dec 07, 2022 | 12:54 PM

UK News : ઈંડા ફેંકવાની ઘટના સામે આવ્યા બાદ કિંગ ચાર્લ્સના સુરક્ષાકર્મીઓ તેમને બીજી જગ્યાએ લઈ ગયા અને તેઓ ફરીથી લોકો સાથે હાથ મિલાવવા લાગ્યા. આ અગાઉ નવેમ્બર મહિનામાં પણ આવી જ ઘટના બની હતી.

UK News : કિંગ ચાર્લ્સ પર ફરી ઈંડું ફેંકાયું , ઇંડું ફેકનાર આરોપીની ધરપકડ
કિંગ ચાર્લ્સ પર ઇંડું ફેંકાયું (ફાઇલ ફોટો)

Follow us on

UK News : બ્રિટનના નવા રાજા ચાર્લ્સ III પર કથિત રૂપે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મંગળવારે હુમલાની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે વધુ સચોટ માહિતી આપી નથી, પરંતુ એટલું કહેવાયું  છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિની પૂછપરછ થઇ રહી છે. નવેમ્બર મહિનામાં પણ રાજા ચાર્લ્સ અને પત્ની કેમિલા પર ત્રણ ઈંડા ફેંકાયા હતા. અને આરોપીની ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પોલીસે કહ્યું કે આ મામલે 25 વર્ષીય યુવકની પૂછપરછ થઇ રહી છે. કિંગ ચાર્લ્સ લંડનથી લગભગ 45 કિમી ઉત્તરે લ્યુટનમાં ટાઉન હોલની બહાર લોકોને મળી રહ્યા હતા, જ્યારે ઈંડું પડ્યું.

આ પછી કિંગ ચાર્લ્સના સુરક્ષાકર્મીઓ તેમને બીજી જગ્યાએ લઈ ગયા અને તેઓ ફરીથી હાથ મિલાવીને લોકોને મળવા લાગ્યા. અહેવાલો અનુસાર, કિંગ ચાર્લ્સ III નવી કેબલ સંચાલિત DART માસ પેસેન્જર ટ્રાન્ઝિટ સિસ્ટમ પર સવારી કરવા લ્યુટનમાં હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

અગાઉ ગત મહિને પણ આવી જ ઘટના બની હતી. લગભગ એક મહિના પહેલા, 9 નવેમ્બરના રોજ, ઉત્તર ઇંગ્લેન્ડના યોર્ક શહેરમાં જાહેર વાર્તાલાપ દરમિયાન રાજા ચાર્લ્સ III અને તેની પત્ની કેમિલા પર ત્રણ ઇંડા ફેંકવામાં આવ્યા બાદ પોલીસે 23 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી.

ચાર્લ્સ III દ્વારા મિકલેગેટ બાર સીમાચિહ્ન પર લોકોનું અભિવાદન કરતી વખતે ઇંડા ફેંકવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પરની તસવીરોમાં જોવા મળ્યું હતું કે મહારાજાના પગ પાસે એક ઈંડું પડ્યું હતું. જો કે ચાર્લ્સના સુરક્ષા અધિકારી તરત જ તેને બચાવવા આગળ આવ્યા.

જ્યારે આરોપી પકડાયો, ત્યારે તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું કે, આ દેશ ગુલામોના લોહીથી બન્યો છે. ત્યારબાદ શાહી દંપતી સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ની પ્રતિમાનું અનાવરણ કરવા યોર્કશાયર ગયા, જે સપ્ટેમ્બરમાં તેમના મૃત્યુ પછી સ્થાપિત કરવામાં આવી છે.

દરમિયાન, ટાવર ઓફ લંડનના જ્વેલ હાઉસમાં રત્ન-જડાયેલો તાજ આવતા વર્ષે તેમના રાજ્યાભિષેક માટે રાજા ચાર્લ્સ III ના માથાના કદને અનુરૂપ થવાનું શરૂ કર્યું છે. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે સેન્ટ એડવર્ડ ક્રાઉન, જે દેશના ક્રાઉન જ્વેલ્સના ઐતિહાસિક કેન્દ્રબિંદુ તરીકે વર્ણવવામાં આવે છે, તેને આગામી વર્ષે 6 મેના રોજ રાજ્યાભિષેક સમારોહની તૈયારીમાં વિશ્વ-પ્રસિદ્ધ ટાવરમાંથી ખસેડવામાં આવ્યો છે.

ઇનપુટ એજન્સી/ભાષા

Published On - 12:47 pm, Wed, 7 December 22

Next Article