દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના 26,000 કેસ, ત્રીજી લહેરની દહેશત

|

Jul 04, 2021 | 7:55 PM

દક્ષિણ આફ્રિકામાં એક સાથે સામે આવેલા આ કેસોથી આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. તેમજ અમુક જગ્યાઓ પર બેડની અછત તથા આરોગ્યકર્મીઓની પણ અછત જોવા મળી રહી છે .

દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના 26,000 કેસ, ત્રીજી લહેરની દહેશત
દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના 26,000 કેસ

Follow us on

વિશ્વભરમાં કોરોના(Corona) ની ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે.જો કે આ દરમ્યાન હાલ વિશ્વના 95 દેશોમાં કોરોના ડેલ્ટા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં એક ચિંતાજનક સમાચાર દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યા છે. જેમાં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યાં કોરોનાની ત્રીજી લહેરે(Third wave)  દસ્તક આપી છે. કારણ કે દક્ષિણ આફ્રિકામાં શનિવારે કોરોનાના 26,000 કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 2 લાખને વટાવી ગઈ

દક્ષિણ આફ્રિકામાં એક સાથે સામે આવેલા આ કેસોથી આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. તેમજ અમુક જગ્યાઓ પર બેડની અછત તથા આરોગ્યકર્મીઓની પણ અછત જોવા મળી રહી છે . જેના લીધે સરકારે આંશિક લોકડાઉન નાખવાની ફરજ પડી છે.દક્ષિણ આફ્રિકાના નેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 2 લાખને વટાવી ગઈ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ચીનની  સિનોવેક રસીને મંજૂરી આપી

જ્યારે અત્યાર સુધીમાં 61 હજાર 500 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકારી આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33 લાખ લોકોનેકોરોના રસી આપવામાં આવી છે. જે કુલ વસ્તીના 5 ટકા છે.કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં કુલ 17 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. માનવામાં આવે છે કે રસીકરણની ધીમી ગતિ એ દક્ષિણ આફ્રિકામાં ચેપના કેસમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ છે. જેના પગલે શનિવારે દક્ષિણ આફ્રિકાએ પણ રસીની અછતને પહોંચી વળવા ચીનની  સિનોવેક રસીને મંજૂરી આપી છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના કેસોમાં વધારો થવા પાછળ ડેલ્ટા  વેરિઅન્ટ  જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ડેલ્ટા વેરિઅન્ટથી સૌથી વધુ નુકસાનકારક 

ઉલ્લેખનીય છે કે, નિષ્ણાતોના મતે ડેલ્ટા વેરિઅન્ટ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનું પરિવર્તન ખૂબ જ ચેપી છે. તે લોકોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાયરલ ચેપ ઉત્પન્ન કરે છે અને ઝડપથી ફેલાય છે. આ વાયરસની અસર માનવ કોષો પર, ખાસ કરીને ફેફસાં પર, પણ આનો આધાર બનાવી કરવામાં આવ્યો છે.  આ અગાઉ સ્કોટલેન્ડમાં કોરોના વાયરસ પર સંશોધન કરવામાં આવ્યું હતું કે ભારતમાં ચેપની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટથી સૌથી વધુ નુકસાન થયું હતું.

આ પણ વાંચો : Odisha : યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોકો વર્ષ 2022-23 થી લાભ લઈ શકશે

આ પણ વાંચો : Health Tips ગિલોયનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે

Published On - 7:47 pm, Sun, 4 July 21

Next Article