અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહેલી ભારતીય મૂળની પ્રથમ મહિલા ઉમેદવાર તુલસી ગબાર્ડે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુ છે. વડાપ્રધાન મોદી આજે અમેરિકા જવા માટે રવાના થશે. તે 22 સપ્ટેમ્બરે ‘Howdy Modi’ નામના મેગા ઈવેન્ટમાં ભાગ લેશે. તુલસી ગબાર્ડ આ કાર્યક્રમમાં ભાગ નહી લઈ શકે. તેમને તે માટે માફી પણ માંગી છે.
ડેમોક્રેટિક પાર્ટીથી આવતા તુલસી ગબાર્ડ પહેલા જ એપોઈમેન્ટ આપેલી હોવાને લીધે ‘Howdy Modi’ કાર્યક્રમમાં ભાગ નહી લઈ શકે. તેમને એક વીડિયો શેયર કરીને કહ્યું કે હું અમેરિકા પ્રવાસ પર આવી રહેલા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા ઈચ્છીશ અને હું માફી માગુ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચારથી જોડાયેલા વાયદાને લીધે હું ‘Howdy Modi’કાર્યક્રમમાં હાજર નહી રહી શકુ. હું એ વાતથી ખુબ જ ખુશ છુ કે બધા જ ભારતીય-અમેરિકી અને કોંગ્રેસના અમારા સાથી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ તેમના માટે ખુબ વ્યસ્ત કાર્યક્રમ હશે. કાર્યક્રમના એજન્ડામાં ઘણા મુદ્દાઓ સામેલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દ્વિપક્ષીય ચર્ચા સિવાય વડાપ્રધાન મોદી અલગ અલગ ઉદ્યોગોથી જોડાયેલા કોર્પોરેટ પ્રમુખોને પણ મળશે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં CEOની સાથે રાઉન્ટટેબલ મીટિંગ કરશે, જેમાં બીપી એક્સોનમોબિલ, એમર્સન ઈલેક્ટ્રિક કંપની, વિન્માર ઈન્ટરનેશનલ અને IHS માર્કિટના પ્રમુખ પણ ભાગ લેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વડાપ્રધાન સ્ટાર્ટઅપના મોટા અધિકારીઓને પણ મળી શકે છે અને ભારતમાં તેમની હાજરી વધારવા માટે તેમને પ્રોત્સાહિત કરી શકે છે. વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર રહેશે.