ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના ઘટનાક્રમ વચ્ચે અચાનક એક એવી ઘટના બની જેમણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ ઈરાન સાથે પાંચ દિવસના સીઝફાયરની જાહેરાત કરી દીધી. ટ્રમ્પના આ નિવેદનથી એવું લાગ્યું કે જાણે યુદ્ધ હવે વિરામ તરફ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં વિગતવાર સમજીશું કે કેવી રીતે આ કહેવાતો સીઝફાયર માત્ર કાગળ પર રહ્યો અને તેની પાછળના અસલી કારણો શું હોઈ શકે છે.

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો
| Updated on: May 15, 2026 | 4:58 PM

પશ્ચિમ એશિયામાં હાલ ભારે અંધાધૂંધી અને અનિશ્ચિતતાનો માહોલ છે. મિસાઈલ હુમલાઓ અને આક્રમક નિવેદનો વચ્ચે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નાટ્યાત્મક જાહેરાત કરવામાં આવી. ‘5 દિવસનો સીઝફાયર’ (યુદ્ધવિરામ). આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે, પરંતુ શું આ શાંતિનો ખરેખર પ્રારંભ છે કે પછી ટ્રમ્પની ‘પ્રેડિક્ટેબલ’ ગણાતી અનપ્રેડિક્ટેબિલિટીનો માત્ર એક નવો અધ્યાય? સોશિયલ મીડિયાના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનું અંતર તપાસવું અનિવાર્ય છે. ટ્રમ્પની સીજફાયરની એકપક્ષીય જાહેરાત, ઈરાનનો ઈનકાર આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલો કરશે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાને નમવાને બદલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું. ઈરાને વળતી ધમકી આપી કે જો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે, તો ઈરાન પશ્ચિમ એશિયાના અમેરિકાના મિત્ર દેશોના ડિસેલિનેશન પ્લાન્ટ્સ (પીવાના પાણીના પ્લાન્ટ્સ) અને પાવર યુનિટ્સને તબાહ કરી દેશે. કતાર, સાઉદી અને UAE સહિતના મિડલ ઈસ્ટના દેશો પોતાની...

Published On - 8:12 pm, Tue, 24 March 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us