
રશિયાએ જૈવિક શસ્ત્રો પર વૈશ્વિક પ્રતિબંધ મૂકવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આહ્વાનને ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ દરેક દેશને જૈવિક શસ્ત્રોના વિકાસને કાયમી ધોરણે નાબૂદ કરવામાં તેમની સાથે જોડાવા હાકલ કરી રહ્યા છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે અનુપાલનની પુષ્ટિ કરવા માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે કહ્યું હતું કે રશિયા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જૈવિક શસ્ત્રો પર વ્યાપક વૈશ્વિક પ્રતિબંધ મૂકવાના આહ્વાનનું સમર્થન કરે છે. પેસ્કોવે કહ્યું હતું કે રશિયા ટ્રમ્પના “અત્યંત મહત્વપૂર્ણ આહ્વાન”નું સ્વાગત કરે છે અને તેને એક મહાન પહેલ ગણાવે છે.
દિમિત્રી પેસ્કોવે કહ્યું, “સ્વાભાવિક રીતે, રશિયન પક્ષ જૈવિક શસ્ત્રોના ત્યાગની આવી પ્રક્રિયા, જૈવિક શસ્ત્રોનો સામાન્ય ત્યાગમાં ભાગ લેવા તૈયાર છે, અને ચોક્કસપણે, કોઈપણ રીતે તેને ઔપચારિક રૂપ દેવુ ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તર પર સારુ રહેશે”
રશિયા સતત આરોપ લગાવતું રહ્યું છે કે યુએસે યુક્રેનનો ઉપયોગ જૈવિક શસ્ત્રોની પ્રયોગશાળા તરીકે કર્યો છે. જો કે, રશિયાએ હજુ સુધી આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. રશિયન સરકાર કહે છે કે યુએસે લાંબા સમયથી વિવિધ એજન્સીઓ દ્વારા યુક્રેનમાં આ જૈવિક પ્રયોગશાળાઓ સ્થાપિત કરી છે, જે માણસોને નુકસાન પહોંચાડી શકે તેવા શસ્ત્રો વિકસાવે છે.