Breaking News: ટ્રમ્પનો પત્ર અને જિનપિંગનો ચોંકાવનારો જવાબ… ઈરાન મુદ્દે બે મહાસત્તા વચ્ચે ખેલાઈ રહી છે ‘મોટી રમત’, શું ટળી જશે યુદ્ધ?

દુનિયા જ્યારે વધુ એક મહાયુદ્ધના ડર નીચે જીવી રહી છે, ત્યારે અમેરિકા અને ચીન વચ્ચેના એક ગુપ્ત પત્રવ્યવહારે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને પત્ર લખીને એવી કઈ શરત મૂકી છે કે, જે ઈરાન સાથેના યુદ્ધની દિશા બદલી શકે છે.

Breaking News: ટ્રમ્પનો પત્ર અને જિનપિંગનો ચોંકાવનારો જવાબ... ઈરાન મુદ્દે બે મહાસત્તા વચ્ચે ખેલાઈ રહી છે મોટી રમત, શું ટળી જશે યુદ્ધ?
| Updated on: Apr 15, 2026 | 5:51 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને એક પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવાયું હતું કે, બેઇજિંગ ઈરાનને હથિયારોની સપ્લાય ન કરે. ટ્રમ્પે કહ્યું કે, તેના જવાબમાં ‘રાષ્ટ્રપતિ શી’ એ પણ પત્ર લખીને જણાવ્યું કે, તેઓ આવું નથી કરી રહ્યા. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, ઈરાન સાથે યુદ્ધનો મામલો લગભગ તરત જ ઉકેલી શકાય તેમ છે. તેમણે એમ પણ કહ્યું કે, તેલની કિંમતો ફરીથી એ જ સ્તરે આવી જશે, જે સ્તરે તે પહેલાં હતી.

ચીને રજૂ કર્યો 4 મુદ્દાનો પ્રસ્તાવ

આ દરમિયાન એ પણ જણાવી દઈએ કે, ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના એક રિપોર્ટ અનુસાર, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે મધ્ય પૂર્વમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે 4 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીન તરફથી આ પ્રસ્તાવ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનમાં વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ અમેરિકા અને ઈરાન એ બાબતે વિચાર કરી રહ્યા છે કે, શું યુદ્ધવિરામની સમય મર્યાદા પૂરી થાય તે પહેલા વાતચીતનો વધુ એક રાઉન્ડ શક્ય છે?

પ્રસ્તાવમાં શું કહેવામાં આવ્યું છે?

શિન્હુઆના અહેવાલ મુજબ, ‘શી’ એ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથેની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમાં ચાર મુખ્ય મુદ્દાઓ પ્રસ્તાવિત છે:

  1. મધ્ય પૂર્વ અને ખાડી ક્ષેત્રના દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનો સિદ્ધાંત હોય. તેમાં આ દેશોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ મધ્ય પૂર્વ અને ખાડી ક્ષેત્ર માટે એક સ્થાયી સુરક્ષા માળખું સ્થાપિત કરવા પરસ્પર સંબંધો સુધારે.
  2. ખાડી ક્ષેત્રના દેશોને રાષ્ટ્રીય સાર્વભૌમત્વના સિદ્ધાંતનું સન્માન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્ધાંતનું કોઈ પણ સંજોગોમાં ઉલ્લંઘન ન થવું જોઈએ. મધ્ય પૂર્વ અને ખાડી ક્ષેત્રના દેશોની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
  3. પ્રસ્તાવમાં જણાવાયું છે કે, દુનિયાને ફરીથી અરાજકતાની સ્થિતિમાં જતી અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત રીતે જાળવી રાખવી જરૂરી છે, જેના કેન્દ્રમાં UN હોય.
  4. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, તમામ દેશોએ વિકાસ અને સુરક્ષાના મામલે એકસાથે લાવવાના પ્રયાસ કરવા જોઈએ. ચીન પ્રાદેશિક પ્રગતિને મજબૂત કરવા માટે પોતાના આધુનિકીકરણના પ્રયાસોને વહેંચશે.

ચીને અમેરિકાને આડે હાથ લીધું

આ દરમિયાન એ પણ જણાવી દઈએ કે, ચીને ઈરાની બંદરોની નાકાબંધીને લઈને યુનાઈટેડ સ્ટેટ્સ પર ખતરનાક અને બિનજવાબદાર વર્તનનો આરોપ લગાવ્યો હતો. સાથે જ ‘શી’ એ વચન આપ્યું હતું કે, બેઇજિંગ મધ્ય પૂર્વમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં રચનાત્મક ભૂમિકા ભજવશે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક નિવેદન આપતા ઈરાનના બંદરો પર નાકાબંધીનો આદેશ આપ્યો હતો.

Breaking News : યુદ્ધમાં ઈરાને, ચીનની મદદથી અમેરિકાના આર્મી બેઝ પર કર્યા હતા સફળ હુમલા, રિપોર્ટમાં થયો ખુલાસો

Follow Us
Loading...
Unable to load recommendations.