13 લાખમાં વેચાઈ આ વ્હિસ્કી, જાણો શું છે તેની ખાસિયત કે બની ગયો આ રેકોર્ડ

|

Jul 26, 2022 | 5:34 PM

હાલમાં આવી જ એક વસ્તુની હરાજી થઈ છે. જે એટલી મોટી કિંમતમાં વેચાય છે કે રેકોર્ડ પણ બની ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે વ્હિસ્કીની (whiskey) બોટલ 13 લાખમાં વેચાઈ ગઈ છે.

13 લાખમાં વેચાઈ આ વ્હિસ્કી, જાણો શું છે તેની ખાસિયત કે બની ગયો આ રેકોર્ડ
whiskey was sold for 13 lakhs
Image Credit source: mirror.co.uk

Follow us on

આ દુનિયામાં કરોડો લોકો રહે છે. એ તમામના અલગ અલગ વિચાર છે. અલગ અલગ શોખ છે. કેટલાક લોકોના શોખ એટલા વિચિત્ર હોય છે કે લોકો વિચારવા મજબૂર થઈ જાય છે કે આવા કેવા શોખ હોઈ શકે ? દુનિયાના લગભગ દરેક દેશમાં હરાજી થતી હોય છે. જૂની વસ્તુઓની, ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓની, કોઈ મહાપુરુષની વસ્તુઓની કે પછી એવી વસ્તુઓની કે જે દુનિયામાં એક જ હોય. આવી વસ્તુઓ કેટલીક વાર એટલી મોટી રકમ વેચાય છે કે લોકો ચોંકી જાય છે કે એવુ તો શું છે આ વસ્તુમાં ? હાલમાં આવી જ એક વસ્તુની હરાજી થઈ છે. જે એટલી મોટી કિંમતમાં વેચાય છે કે રેકોર્ડ (Record) પણ બની ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે વ્હિસ્કીની (whiskey) બોટલ 13 લાખમાં વેચાઈ ગઈ છે.

બ્રિટનમાં એક રોકોર્ડ બન્યો છે. બ્રિટનના આયલે વ્હિસ્કી ઓક્શનમાં સિંગલ માલ્ટ વ્હિસ્કીની 2 નાની બોટલોની હરાજી કરવામાં આવી. તેના પર જે કિંમત લાગી તે ચોંકાવનારી હતી. આ બન્ને બોટલો હરાજીમાં 13 લાખ રુપિયામાં વેચાઈ હતી. આ હરાજીમાં વ્હિસ્કીની બન્ને બોટલોની અલગ અલગ હરાજી થઈ. જેમાં એક હતી જેમ્સ આર્થરની મોલ્ટ મિલ અને બીજી સ્પ્રિંગબેકની વ્હિસ્કી છે.

વ્હિસ્કીમાં એવું શું છે જેને કારણે રેકોર્ડ બન્યો

એક રિપોર્ટ અનુસાર, પહેલી બોટલ જેમ્સ મેકઆર્થરની માલ્ટ મિલની છે, જે 1959માં તૈયાર કરવામાં આવી હતી છે. આ વ્હિસ્કીની બોટલની 6 લાખ રૂપિયાથી વધુ કિંમતમાં હરાજી કરવામાં આવી હતી. દુનિયામાં હવે આ વ્હિસ્કીની માત્ર 4 બોટલ બચી છે. તે સ્કોટલેન્ડના આઇલ આઇલેન્ડમાં માલ્ટ મિલ ડિસ્ટિલરીમાં બનાવવામાં આવ્યું હતું. સ્પ્રિંગબેંક વ્હિસ્કીની બોટલની હરાજી દરમિયાન સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેનું ઉત્પાદન 1919 માં કરવામાં આવ્યું હતું, પરંતુ 1969 માં કેમ્પબેલટાઉનમાં સ્પ્રિંગબેંક ડિસ્ટિલરીમાં પેક કરવામાં આવ્યું હતું. તેની કિંમત 7 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ રીતે બંને બોટલની કુલ કિંમત 13 લાખ રૂપિયા હતી.

આ પણ વાંચો

રેકોર્ડ કિંમતે વ્હિસ્કી ખરીદી પણ તે પીવાશે નહીં

બ્રિટનની આ હરાજીમાં તેને ખરીદનાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. હરાજીમાં વ્હિસ્કી જીતનાર અજાણ્યા વ્યક્તિનું કહેવું છે કે, તેણે આટલી મોટી કિંમતે વ્હિસ્કી ખરીદી હોવા છતાં તે તેને પીશે નહીં. તે આ બોટલોને એજ સ્થિતીમાં રાખશે. હરાજીમાં વ્હિસ્કી મેળવીને તેણે જણાવ્યુ છે કે, તેની પાસે દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી છે. આટલી મોંઘી વ્હિસ્કી ખરીદવી તેના માટે ગર્વની વાત છે.

 

Next Article