રાજકીય સંકટ વચ્ચે પણ શાહીન-3ના પરીક્ષણનું આ છે મોટું કારણ, જાણો અગ્નિ-5ની તુલનામાં ક્યાં છે પાક મિસાઈલ
શાહીન-3 પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મિસાઈલ છે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ખાલિદ કિડવાઈના જણાવ્યા અનુસાર, શાહીન-IIIની રચના ભારતના ઉત્તર-પૂર્વ અને ટાપુ કમાન્ડ પર હુમલો કરવા માટે કરવામાં આવી હતી.
દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ઘણા દેશો વચ્ચે તણાવના માહોલમાં હવે પાડોશી દેશ પાકિસ્તાનમાંથી મિસાઈલ (Pakistan Missile) પરીક્ષણના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ બાદ હવે સમાચાર આવ્યા છે કે, પાકિસ્તાન સેનાએ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) શાહીન-3નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ લગભગ 2750 કિમીના અંતર સુધી પ્રહાર કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેના કારણે ઘણા ભારતીય શહેરો જોખમમાં આવી શકે છે. શાહીન-3 પહેલીવાર માર્ચ 2019માં લોન્ચ કરવામાં આવી હતી.
પાકિસ્તાનની આ મિસાઈલ બે તબક્કાના સોલિડ propellent દ્વારા સંચાલીત છે. આ મિસાઈલને લોન્ચ કરવા માટે ચાઈનીઝ ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ખાલિદ કિડવાઈના જણાવ્યા અનુસાર, શાહીન-IIIને ભારતના ઉત્તર-પૂર્વ અને ટાપુ કમાન્ડ પર હુમલો કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતની અગ્નિ-3 મિસાઈલના સફળ પરીક્ષણ બાદ જ પાકિસ્તાને શાહીન-3ના વિકાસનું કામ શરૂ કર્યું હતું. અગ્નિ-3 પાકિસ્તાનના કોઈપણ વિસ્તારને નિશાન બનાવી શકે છે.
પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મિસાઈલ
શાહીન-3 પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મિસાઈલ છે. ભારતની સૌથી શક્તિશાળી પરમાણુ સક્ષમ મિસાઈલ અગ્નિ-5 સામે તેનું પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. DRDO દ્વારા ડિઝાઇન કરાયેલ અગ્નિ-5, 5500-8000 કિમીની રેન્જ સાથે પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ છે.
અગ્નિ-5ની ખાસ વિશેષતાઓ
પાકિસ્તાનના શાહેન-3માં 2 સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટનો ઉપયોગ થાય છે. બીજી તરફ અગ્નિ-5, 3 સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટનો ઉપયોગ કરે છે. અગ્નિ-5નો મહત્તમ વેગ મેક 24 સુધી પહોંચે છે. એવું માનવામાં આવે છે કે, ભારતે અગ્નિ-5ને ચીનની સામે પોતાને મજબૂત બનાવવા માટે ડિઝાઇન કર્યું હતું. માત્ર ભારતની અગ્નિ-3 મિસાઈલ જ પાકિસ્તાનની શાહીન-3ને હરાવી શકે છે. બંને મિસાઈલો 2 સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટનો ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે શાહીન-3 માત્ર રોડ મોબાઈલ છે, અગ્નિ રોડ મોબાઈલ તેમજ રેલ મોબાઈલ છે. શાહીન-3ની માર્ગદર્શક પ્રણાલી પણ અગ્નિ 3ની સરખામણીમાં નિસ્તેજ છે.
અગ્નિ-3 અગ્નિ-5 જેવી જ રીંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે આ બંને મિસાઇલોને અચૂક બનાવે છે. પાકિસ્તાનનું માનવું છે કે શાહીન-3 ભારતની બીજી સ્ટ્રાઈક ક્ષમતાને નિષ્ફળ બનાવશે. જો કે, એ યાદ રાખવું જરૂરી છે કે, ભારત પાસે સંપૂર્ણ રીતે કાર્યરત પરમાણુ પાવરહાઉસ છે. તે માત્ર તેની જમીન-આધારિત પ્રક્ષેપણ સાઇટ પર પ્રહાર કરીને ભારતની સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાને અક્ષમ કરશે નહીં.
આ પણ વાંચો: IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે
આ પણ વાંચો: NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો