Pakistanમાં આ હિન્દુ છોકરીએ ફરકાવ્યો સફળતાનો ધ્વજ, બની પ્રથમ DSP, જાણો કોણ છે મનીષા રોપેટા?

|

Apr 18, 2021 | 12:10 PM

Pakistan: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) માં હિન્દુઓની હાલત કેવી છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. પાકિસ્તાનમાં હિંન્દુ સમુદાયની એક છોકરીએ કમાલ કરી નાખી છે અને તેની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. જે પાકિસ્તાનમાં હિન્દુઓની સ્થિતિ નબળી છે ત્યાં મનીષા રોપેટા (Manisha Ropeta) પ્રથમ મહિલા DSP બની ગઈ છે.

Pakistanમાં આ હિન્દુ છોકરીએ ફરકાવ્યો સફળતાનો ધ્વજ, બની પ્રથમ DSP, જાણો કોણ છે મનીષા રોપેટા?
Pakistanમાં આ હિન્દુ છોકરીએ ફરકાવ્યો સફળતાનો ધ્વજ, બની પ્રથમ DSP, જાણો કોણ છે મનીષા રોપેટા?

Follow us on

Pakistan: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) માં હિન્દુઓની હાલત કેવી છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. અનેક વાર આ જગ્યાએથી એવા સમાચાર સામે આવે છે કે જેને લઈને આશ્ચર્ય થઈ જાય છે. આવા જ પ્રકારની ખબર છે કે જેમાં પાકિસ્તાનમાં હિંન્દુ સમુદાયની એક છોકરીએ કમાલ કરી નાખી છે અને તેની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. જે પાકિસ્તાનમાં હિન્દુઓની સ્થિતિ નબળી છે ત્યાં મનીષા રોપેટા (Manisha Ropeta) પ્રથમ મહિલા DSP બની ગઈ છે. તો આવો જાણીએ તેના વિશેની ખાસ વાતો.

26 વર્ષની મનીષા રોપેટા મૂળરૂપથી સિંધ પ્રાંતનાં જૈકબાબાદ જિલ્લાની રહેવાવાળી છે. તેમણે હાલમાંજ સિંધ લોક સેવા દ્વારા આયોજીત પરીક્ષામાં 16માં નંબરનું સ્થાન ગ્રહણ કર્યું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં આ માઈલસ્ટોનને હાંસલ કરનારી પ્રથમ હિન્દુ મહિલા બની ગઈ છે. આને લઈને મનીષાની ચર્ચા ચારેતરફ થવા લાગી છે. રિપોર્ટ પ્રમાણે ઘણા વર્ષ પહેલા મનીશાનું પરિવાર કરાચી શિફ્ટ થઈ ગયો હતો. અહિંયા તેમણે પહેલા ફિજીયોથેરાપીમાં ડોક્ટરેટની પદવી લીધી તે પછી DSP બની ગઈ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

અહિંયા આપને બતાવી દઈએ કે આ પરીક્ષામાં 152 ઉમેદવારોને સફળતા મળી છે કે જેમાં મનીષાએ 16મો નંબર મેળવ્યો છે. સોશિયલ મિડિયા પર તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મનીષાને લોકો લગાતાર શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યા છે. ટ્વિટર પર Kapil Dev નામનાં યુઝરે તો તેમની તસવીર પણ શેર કરી છે જેને 3000 કરતા વધારે લોકોએ લાઈક કરી છે. 500 લોકોએ રિટ્વિટ કરી છે. જાણો લોકોએ કેવા પ્રકારના રિએક્શન આપ્યા છે તેની સફળતાને લઈને.

 

 

 

 

Next Article