AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રીજુ વિશ્વ યુદ્ધ થયુ તો એવા ક્યા દેશો છે જે રહેશે એકતરફ અને કોની વચ્ચે થશે જંગ? ભારતનું શું રહેશે સ્ટેન્ડ?

વિશ્વ ઝડપથી ત્રીજા વિશ્વ યુદ્ તરફ આગળ વધી રહ્યુ છે. શક્તિશાળી દેશોની વચ્ચે ટકરાવ વધી રહ્યો છે અને વર્તમાન સમયમાં અનેક દેશો બે ભાગોમાં વહેંચાઈ ગયા છે. એવામાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વધી રહી છે.

ત્રીજુ વિશ્વ યુદ્ધ થયુ તો એવા ક્યા દેશો છે જે રહેશે એકતરફ અને કોની વચ્ચે થશે જંગ? ભારતનું શું રહેશે સ્ટેન્ડ?
| Updated on: May 20, 2025 | 5:51 PM
Share

દુનિયાના અનેક દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. એક તરફ રશિયા છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેન સાથે જંગે ચડેલુ છે તો બીજી તરફ મિડલ ઈસ્ટમાં ભીષણ નરસંહાર બાદ તુર્કીય અને ઈઝરાયેલ વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. તો એશિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી ખરાબ સંબંધોનો હાલ સમય ચાલી રહ્યો છે. અને હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ પણ જોવા મળી હતી.

શક્તિશાળી દેશો વચ્ચે વધતા ટકરાવ વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને વિશ્વના ઘણા દેશો બે જૂથોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. આનો એક નમૂનો રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં જોવા મળ્યો હતો, જ્યારે બધા પશ્ચિમી દેશો રશિયા સામે એક થયા હતા, ત્યારે ચીન, ઉત્તર કોરિયા સહિત ઘણા દેશો રશિયાના સમર્થનમાં આવ્યા હતા. જો આ જ સ્થિતિ રહી તો એ દિવસ દૂર નથી જ્યારે વિશ્વની સામે એક મોટુ સૈન્ય સંકટ ઉભુ થશે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે જો ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તો ક્યા દેશો ક્યા જૂથમાં હશે અને તેમની ભારતની ભૂમિકા શું હશે?

અત્યાર સુધીના બે વિશ્વયુદ્ધમાં થયો છે ભયંકર વિનાશ

દુનિયામાં અત્યાર સુધીમાં બે વિશ્વયુદ્ધ થયા છે. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 સુધી ચાલ્યું. આ વિશ્વયુદ્ધ મિત્ર રાષ્ટ્રો અને કેન્દ્રીય શક્તિઓ વચ્ચે લડાયુ હતુ. જેમાં લગભગ 2 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. મિત્ર રાષ્ટ્રોમાં ફ્રાન્સ, બ્રિટન, રશિયા, ઇટાલી, અમેરિકા, જાપાન જેવા દેશોનો સમાવેશ થતો હતો, જ્યારે કેન્દ્રીય નેતૃત્વમાં જર્મની, ઑસ્ટ્રિયા, ઑટોમન સામ્રાજ્ય, બલ્ગેરિયાનો સમાવેશ થતો હતો. આ પછી, ઇતિહાસનું સૌથી વિનાશક બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945 સુધી ચાલ્યું. આ યુદ્ધ વિરોધી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો વચ્ચે થયું હતું, જેમાં જર્મની, ઇટાલી, જાપાન, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન અને અમુક અંશે ચીનનો સમાવેશ થતો હતો. આ વિશ્વયુદ્ધમાં, વિશ્વભરમાં લગભગ 70 થી 85 મિલિયન લોકોના મૃત્યુ થયા હોવાનું અનુમાન છે.

કયા દેશો ત્રીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેશે?

જો વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, વિશ્વ ઝડપથી ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. જો વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચે સંઘર્ષ વધશે, તો અનેક દેશો તેમાં સામેલ થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે તે કયા દેશો વચ્ચે લડાશે? હાલમાં, અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે રશિયા અને ચીનને તેના હરીફ માને છે. તો અમેરિકા સાથે યુરોપિયન દેશો પણ આ યુદ્ધમાં જોડાઈ શકે છે, આ ઉપરાંત નાટો દેશો પણ અમેરિકાને સહયોગ આપી શકે છે. જ્યારે બીજા ગૃપમાં રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને આરબ દેશોનો સમાવેશ થઈ શકે છે.

શું હશે ભારતનું સ્ટેન્ડ ?

ભારતની કૂટનીતિ પહેલેથી જ અન્ય દેશોના આંતરિક રાજકારણમાં દખલ ન કરવાની રહી છે. તેમજ ભારત બિનજોડાણવાદની નીતિનું પાલન કરે છે. શીત યુદ્ધ દરમિયાન, જ્યારે વિશ્વની બે મહાસત્તાઓ, અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો હતો, ત્યારે ભારતે કોઈપણના પક્ષે ન જવાનો નિર્ણય કરતા બિન-જોડાણવાદી નીતિ અપનાવી. ભારત હજુ પણ તેના આ સિદ્ધાંત પર ટકેલુ છે. ભારતનો ઉદ્દેશ્ય તેની સરહદોનું રક્ષણ કરવાનો છે. આવી સ્થિતિમાં, જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય છે, તો ભારત, આ સિદ્ધાંત પર આગળ વધીને, પોતાને વૈશ્વિક યુદ્ધથી દૂર રાખવાનો પ્રયાસ કરશે.

“શું હતુ પાકિસ્તાનનું ઓપરેશન જિબ્રાલ્ટર? બદ્દ ઈરાદા સાથે શરૂ કરવામાં આવેલુ એક નિષ્ફળ કાવતરુ?”—-  આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">