વિશ્વના પ્રથમ 5 ધનિક પરિવાર, અંબાણી પરિવાર પણ છે તેમા સામેલ, જાણો કોની, કેટલી છે સંપતિ ?

|

Nov 29, 2020 | 3:33 PM

દુનિયાભરમાં કેટલાયે કારોબારી પરિવારો નવી ઉંચાઇઓ પર પહોંચી ગયાં છે. આ પરિવારોએ બિઝનેસને એક નવ જ આયામ આપ્યો છે. અને દુનિયાભરમાં કેટલીયે પેઢીયો માટે નવા રેકોર્ડ પણ બનાવ્યાં છે. તાજેતરમાં જ બ્લૂમબર્ગે ડેટા રેન્કીંગમાં દુનિયાભરમં ટોપ ફેમિલી બિઝનેસની એક લીસ્ટ જારી કરી છે.. જેમાં અમે આપને ટોપ 5 બિઝનેસ પરિવરો વિશે અહીં જણાવીશું. ખાસ વાત […]

વિશ્વના પ્રથમ 5 ધનિક પરિવાર, અંબાણી પરિવાર પણ છે તેમા સામેલ, જાણો કોની, કેટલી છે સંપતિ ?

Follow us on

દુનિયાભરમાં કેટલાયે કારોબારી પરિવારો નવી ઉંચાઇઓ પર પહોંચી ગયાં છે. આ પરિવારોએ બિઝનેસને એક નવ જ આયામ આપ્યો છે. અને દુનિયાભરમાં કેટલીયે પેઢીયો માટે નવા રેકોર્ડ પણ બનાવ્યાં છે. તાજેતરમાં જ બ્લૂમબર્ગે ડેટા રેન્કીંગમાં દુનિયાભરમં ટોપ ફેમિલી બિઝનેસની એક લીસ્ટ જારી કરી છે.. જેમાં અમે આપને ટોપ 5 બિઝનેસ પરિવરો વિશે અહીં જણાવીશું. ખાસ વાત એ છે કે ટોપ રેન્કીંગમાં 3 કારોબારી પરિવાર અમેરિકાના છે. જ્યારે ભારત તરફથી અંબાણી પરિવાર લીસ્ટમાં 5માં સ્થાને છે.


પહેલા નંબરે છે વોલ્ટન ફેમિલી
આ લીસ્ટમાં પહેલા નંબર પર અમેરિકાની વોલ્ટન ફેમિલી છે. વોલ્ટન ફેમીલી આ દુનિયાની સૌથી શ્રીમંત ફેમીલી છે. આ પરિવારની શરૂઆત સૈમ વોલ્ટનથી થઈ હતી. વોલ્ટન ફેમિલી કન્ઝ્યુમર ગુડ્સ કારોબારમાં લાગેલી છે. આ પરિવારની કુલ સંપતિ 215 અરબ ડોલર છે. સેમ વોલ્ટનને સેનામાં સેવા દીધા બાદ 1945માં અર્કાસસના નયૂપોર્ટમાં તેનો પહેલો સ્ટોર સ્થાપિત કર્યો હતો.. તેણે તેના સસરા પાસેથી 25 હજાર ડોલરની લોન લીધી હતી. તેમણે રિટેલ મેનેજમેન્ટ કારોબારમાં વર્ષો બાદ 1962માં પહેલો સ્ટોર વોલમાર્ટ ખોલ્યો હતો. 1992માં તેમના મૃત્યુ બાદ તેના મોટા પુત્ર રોબ વોલ્ટને કારોબાર સંભાળ્યો હતો..



બીજા નંબર પર માર્સ ફેમિલી
આ લીસ્ટમાં બીજા નંબર પર અમેરિકાની જ માર્સ ફેમિલી છે. એક સમયે માર્સ ફેમીલી દુનિયાની સૌથી અમિર ફેમિલી હતી. પણ, હવે વોલ્ટન પરિવારથી તેમની સંપતી બહુ ઓઠી છે. માર્સ ફેમિલી કન્ઝ્યુમર ગુડ્સના બિઝનેસમાં લાગેલી છે. આ પરિવારની સંપતી આશરે 120 અરબ ડોલર છે. માર્સ પરિવાર પાસે મિલ્કી વે, સ્નીકર્સ, એમએન્ડએમ, ટ્વિક્સ અને રાઈટલી ચ્યુઇંગમ સહિતના પ્રોડક્ટસનો કારોબાર છે.. 1988માં તેઓ દુનિયાના સૌથી ધનિક પરિવાર હતાં.

કોચ પરિવારનો ત્રીજો નંબર
આ સમયે દુનિયાનો સૌથી ધનિક ત્રીજા નંબરનો પરિવાર કોચ પરિવાર છે. એ પણ અમેરિકાથી જ છે.. આ ફેમિલી બિઝનેસ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ્ છે. કોચ પરિવાર પાસે અત્યારે 109.7 અરબ ડોલરની સંપતી છે. પરિવારનો કારોબાર ફ્રેડ સી કોચ દ્વારા શરૂ કરાયો હતો. જેને ગૈસોલીનમાં ભારે કાચા તેલના રિફાઇનીંગ માટે એક નવા ક્રેકીંગ તરીકે શરૂ કરાયો હતો. ફ્રેડના ચાર પુત્રોએ 1980માં અને 1990ના દશક દરમ્યાન વેપારમાં તેનો હિસ્સો લઈને એક બીજા વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યા હતાં.

સાઉદી અરબનો શાહી પરિવાર
આ લીસ્ટમાં સાઉદી અરબનો શાહી પરિવાર ચોથા નંબર પર છે. સઉદ પરિવારની સંપતી આ સમયે 95 અરબ ડોલર છે. આ પરિવાર આશરે 100 વર્ષોથી સાઉદી અરબ પર શાસન કરે છે. જ્યં તેલ અને ગેસના ભંડાર છે. આ સાઉદી અરના રાજા છે સલમાન બિન અબ્દુલ અઝીઝ. જેના બાદ દેશની સત્તા સલમાનના પુત્રો મુહમ્મદ બિન સલમાનના હાથમાં આવશે..

અંબાણી પરિવાર પાંચમાં નંબર પર
આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર પાંચમાં નંબર પર છે. તેની કુલ સંપતી આ સમયે 81 અરબ ડોલર છે..જે ચીનના જૈક માને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યકિત બન્યાં છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો  

    રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 
Next Article