Ajab-gajab : ગજબ હો બાકી, વિશ્વના એવા ગામ જ્યાં મહિલાઓની સરેરાશ ઉંમર છે 95 વર્ષ

|

Oct 11, 2021 | 11:56 PM

વિશ્વમાં બે ગામ એવા છે જ્યાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 95 વર્ષ છે. એક રિપોર્ટ અનુસાર, અહીં મહિલાઓ પુરુષો કરતાં લાંબુ જીવે છે. આ બંને ગામો ઇંગ્લેન્ડમાં છે. તો ચાલો જાણીએ આ ગામ વિશે.

Ajab-gajab : ગજબ હો બાકી, વિશ્વના એવા ગામ જ્યાં મહિલાઓની સરેરાશ ઉંમર છે 95 વર્ષ
File photo

Follow us on

આજે દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોના લાંબા આયુષ્યની ઇચ્છા રાખે છે, પરંતુ તે અમુક વાર શક્ય નથી. પરંતુ વિશ્વમાં એવા બે ગામ છે જ્યાં મહિલાઓની (women) સરેરાશ આયુષ્ય 95 વર્ષ છે. એક રિપોર્ટ અનુસાર, અહીં મહિલાઓ પુરુષો કરતાં લાંબુ જીવે છે. આ બંને ગામો ઇંગ્લેન્ડમાં (englands) આવેલા છે. તો ચાલો જાણીએ આ ૨ ગામ વિશે.

એક મીડિયા રીપોર્ઇંટ અનુસાર, ઈગ્લેન્ડના ડેટલિંગ અને થર્નહામ ગામોમાં આયુષ્ય એટલું બધું છે કે તેના વિશે જાણીને દરેક ચોંકી જાય છે. તમને જણાવી દઈએ કે, આ બે ગામમાં મહિલાઓનું સરેરાશ જીવન 95 વર્ષ છે. તે જ સમયે, જો આપણે સમગ્ર બ્રિટનની વાત કરીએ, તો અહીંના લોકોનું સરેરાશ જીવન 83 વર્ષ છે. તદનુસાર, ઇંગ્લેન્ડના બંને ગામોમાં સ્ત્રીઓ પુરુષો કરતા 12 વર્ષ વધુ જીવે છે. તે જ સમયે, અહીંના પુરુષો ઓછામાં ઓછા 86 વર્ષ જીવે છે.

રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડના આ બે ગામના લોકો સૌથી લાંબુ જીવે છે. નોંધનીય છે કે, આ બંને ગામોમાં પબ અને ઓફિસોમાં ધુમ્રપાન પર પ્રતિબંધ છે. આ બે ગામના લોકો એટલા વાકેફ છે કે દેશભરમાં આ સિસ્ટમ લાગુ થયાના સાત વર્ષ પહેલા તેઓએ આ સિસ્ટમનો અમલ શરુ કરી દીધો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ડેટલીંગમાં લગભગ 800 લોકો રહે છે. આમાંથી ઘણા એવા છે જેઓ બ્રિટનના સૌથી વૃદ્ધ લોકોની યાદીમાં સામેલ છે. આ વર્ષે એપ્રિલમાં, ઇરેન નોબ્સ નામની વ્યક્તિએ તેનો 102 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આઇરીન જણાવે છે કે તે પાર્લરમાં હેરડ્રેસર તરીકે કામ કરતી હતી. આ મહિલાનું માનવું છે કે તે આટલા વ્યસ્ત સમયપત્રક પછી જ આટલા લાંબા સમય સુધી જીવી શકી છે. જોકે, અહીંના લોકો માને છે કે અહીંનું પાણી એટલું સારું છે કે તેમને કોઈ પણ પ્રકારનો રોગ નથી. આ સિવાય પર્વતીય વિસ્તાર હોવાને કારણે હવા પણ સ્વચ્છ છે.

ઇંગ્લેન્ડના આ બે ગામોમાં આરોગ્ય સુવિધાઓ પણ સારી છે. 800 લોકોના આ ગામમાં આઠ ડોક્ટરો છે. આ કારણે ગ્રામજનોને કોઈપણ મેડીકલ ઈમરજન્સી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ગામમાં કુદરતી જળાશય પણ છે. જેના કારણે અહીં શુદ્ધ પાણી પીવાની કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચો :  ભારતે અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટની કરી નિંદા, પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું- અમે તમારી સાથે ઉભા છીએ

આ પણ વાંચો : Lebanon: ‘ઉર્જા સંકટ’ વચ્ચે, ઓઇલ ફેસેલીટીમાં લાગી ભીષણ આગ, લોકોને બચાવવામાં લાગ્યા રેસ્ક્યૂ વર્કર્સ

Next Article