Afghanistan: તાલિબાને કાબુલમાં વિદેશી ઘાતક હથિયારો સાથે કર્યુ શક્તિ પ્રદર્શન, નવી સેના રચવાનું આહ્વાન કર્યુ

|

Nov 15, 2021 | 2:58 PM

તાલિબાને પોતાની તાકાત બતાવવા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં લશ્કરી પરેડનું આયોજન કર્યું હતુ. આ પરેડમાં તાલિબાનના લડવૈયા યુએસમાં બનેલા વાહનો અને રશિયન હેલિકોપ્ટર સાથે દેખાયા હતા.

Afghanistan: તાલિબાને કાબુલમાં વિદેશી ઘાતક હથિયારો સાથે કર્યુ શક્તિ પ્રદર્શન, નવી સેના રચવાનું આહ્વાન કર્યુ
Taliban Holds Military Parade

Follow us on

તાલિબાને(Taliban) અફઘાનિસ્તાન(Afghanistan) પર કબજો મેળવી લીધાને ઘણો સમય થઇ ગયો છે. ત્યારે હવે તાલિબાન અન્ય દેશોની જેમ તેની પાસે પણ મોટી સેના છે તેવુ બતાવવા માગે છે. તાલિબાને પોતાની તાકાત બતાવવા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં લશ્કરી પરેડનું(Military parade) આયોજન કર્યું હતુ. આ પરેડમાં તાલિબાની યુએસમાં બનેલા વાહનો અને રશિયન હેલિકોપ્ટર સાથે દેખાયા હતા.

તાલિબાન બે દાયકાથી અફઘાનિસ્તાનની પશ્ચિમી સમર્થિત સરકાર વિરુદ્ધ કામ કરે છે. તેમણે માત્ર ઘાતક હુમલા જ કર્યા ન હતા પરંતુ દેશ પર કબજો કરવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો અને ઓગસ્ટમાં આ સંગઠને ફરી દેશ કબજે કર્યો હતો.

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતોલ્લાહ ખાવરઝામીએ જણાવ્યું હતું કે, ”પરેડનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે 250 નવા લડવૈયાઓએ લશ્કરી તાલીમ પૂર્ણ કરી છે. આ પરેડમાં ડઝન જેટલા યુએસ નિર્મિત M117 બખ્તરબંધ સુરક્ષા વાહનો સામેલ થયા હતા.” આ સિવાય પરેડમાં MI-17 હેલિકોપ્ટર પણ ઉડતા જોવા મળ્યા હતા. ઘણા સૈનિકો પાસે અમેરિકામાં બનેલી M4 એસોલ્ટ રાઈફલ્સ હતી. વિદેશી સૈનિકો 20 વર્ષના યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાં ઘણા હથિયારો છોડી ગયા હતા. જે તાલિબાને કબજે કર્યા છે. પરેડમાં આ હથિયારો દર્શાવીને તાલિબાને શક્તિ પ્રદર્શન કર્યુ હતું.

તાલિબાન નવી સેના બનાવશે
તાલિબાનના અધિકારીઓનું કહેવું છે કે, અફઘાન સેનાના ભૂતપૂર્વ પાઇલટ્સ અને અન્ય નિષ્ણાતોને ભેગા કરીને હવે તે નવી સેનાની રચના કરશે. તાલિબાન લડવૈયાઓ જે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે તે યુએસ સમર્થિત સરકારો દ્વારા અફઘાન સુરક્ષા દળોને આપવામાં આવ્યા હતા. જેથી તેઓ તાલિબાન સામે લડી શકે. પરંતુ 15 ઓગસ્ટે તાલિબાને દેશ પર કબજો કરી લેતા અફઘાનના સૈનિકો દેશ છોડીને જતા રહ્યા અથવા છુપાઈ ગયા છે. જેથી હવે આ હથિયારો તાલિબાનના હાથમાં છે.

ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

સેનાના યુનિફોર્મમાં તાલિબાનના લડવૈયા
પરેડની ખાસ વાત એ જોવા મળી કે તાલિબાનના લડવૈયાઓ તેમના પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા ન હતા, પરંતુ તાલિબાનના લડવૈયાઓએ સેનાનો યુનિફોર્ન પહેરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું.

28 અબજ ડોલરના હથિયાર અપાયા હતા
સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ અફઘાનિસ્તાન રિકન્સ્ટ્રક્શન (CIGAR) એ ગયા વર્ષે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે 2002 થી 2017 સુધી અમેરિકી સરકારે અફઘાનિસ્તાન સરકારને 28 અબજ ડોલરથી વધુ મૂલ્યની સંરક્ષણ સામગ્રી આપી હતી. જેમાં હથિયારો, દારૂગોળો, વાહનો, સર્વેલન્સ સિસ્ટમ્સ અને નાઇટ-વિઝન ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે. કેટલાક વિમાનો પાડોશી દેશોમાં ભાગી રહેલા અફઘાન સૈનિકો દ્વારા લઇ જવાયા હતા. બાકીના શસ્ત્રો અને વિમાન તાલિબાનના હાથમાં આવી ગયા છે. જો કે તેમાંથી કેટલા કાર્યરત છે તે હજુ સ્પષ્ટ નથી.

 

આ પણા વાંચોઃ ચીની અધિકારીએ ઓસ્ટ્રેલિયા-અમેરિકાને આપી ચેતવણી, કહ્યું- તાઈવાનને બચાવવા આવશો તો થશે ‘મહાન યુદ્ધ’!

આ પણ વાંચોઃ Good News : બાળકોને મળશે કોરોનાનું ‘સુરક્ષા કવચ’, સરકારે 5 થી 11 વર્ષના બાળકોના રસીકરણને મંજૂરી આપી

Next Article