ચીની અધિકારીએ ઓસ્ટ્રેલિયા-અમેરિકાને આપી ચેતવણી, કહ્યું- તાઈવાનને બચાવવા આવશો તો થશે ‘મહાન યુદ્ધ’!

શી જિનપિંગે (Xi Jinping) વારંવાર જણાવ્યું છે કે જો જરૂર પડે તો ચીનના મહાન કાયાકલ્પના ભાગરૂપે તેઓ 2027 સુધીમાં તાઈવાનને જોડવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

ચીની અધિકારીએ ઓસ્ટ્રેલિયા-અમેરિકાને આપી ચેતવણી, કહ્યું- તાઈવાનને બચાવવા આવશો તો થશે 'મહાન યુદ્ધ'!
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 1:32 PM

ચીનના એક પૂર્વ અધિકારીએ (Chinese official) અમેરિકા (America) અને ઓસ્ટ્રેલિયાને (Australia) ‘મહાન યુદ્ધ’ની ધમકી આપી છે. ચીનના અધિકારી વિક્ટર ગાઓએ (Victor Gao) કહ્યું છે કે તાઈવાન સાથેના સૈન્ય સંઘર્ષ દરમિયાન જો તેના લોકતાંત્રિક સહયોગી ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તેની સુરક્ષા માટે આગળ આવશે તો વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે. 

ગાઓએ એક સમયે સામ્યવાદી નેતા ડેંગ ઝિયાઓપિંગ માટે અનુવાદક તરીકે કામ કર્યું હતું. પરંતુ હવે તે ચીની સરકાર માટે મુખપત્ર બની ગયું છે. તેમણે પશ્ચિમી શક્તિઓને ચેતવણી આપી છે કે તેઓ તાઈવાનને જોડવાના ચીનના ઈરાદાથી પોતાને દૂર રાખે.

તાઈવાનને 1949માં ચીનના મુખ્ય પ્રદેશથી અલગ કરવામાં આવ્યું હતું. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતાઓ છે અને તેઓ બેઇજિંગના એકીકરણ અને સર્વાધિકારી શાસનનો સખત વિરોધ કરે છે. પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગે વારંવાર કહ્યું છે કે જો જરૂર હોય તો તેઓ ચીનના મહાન કાયાકલ્પના ભાગરૂપે 2027 સુધીમાં તાઇવાનને જોડવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને ગયા મહિને વચન આપ્યું હતું કે જો આ ટાપુ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકી સૈનિકો ચીનના માર્ગમાં ઊભા રહેશે.

ચીની અધિકારીએ શું કહ્યું? શુક્રવારે ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટને પણ આવી જ કમેન્ટ કરતા કહ્યું કે જો તાઈવાન પર હુમલો થશે તો ઓસ્ટ્રેલિયાના સૈનિકો આવી સ્થિતિમાં અમેરિકાને સાથ આપશે. આ નિવેદનોથી વિક્ટર ગાઓ નારાજ થયા છે. જેને ચીનના વુલ્ફ વોરિયર રાજદ્વારી તરીકે જોવામાં આવે છે. 60 મિનિટ્સ સાથે વાત કરતા ગાઓએ કહ્યું, ‘જેઓ એકીકરણને રોકવા માંગે છે તેઓ નિષ્ફળ જશે.’

તાઈવાનના પશ્ચિમી દેશો સાથે વધુ સારા સંબંધો ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે અને તેથી બેઈજિંગ તેને પોતાના દેશનો હિસ્સો બનાવવા પર તત્પર છે. બીજી તરફ, તાઇવાન એક લોકશાહી ટાપુ છે, જ્યાં લોકોને ચીન કરતાં વધુ સ્વતંત્રતા છે. ગૃહયુદ્ધ દરમિયાન તાઈવાન ચીનથી અલગ થઈ ગયું હતું. તાઈવાનના અમેરિકા, જાપાન અને પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો છે.

તે અમેરિકા પાસેથી મોટા પાયે હથિયારો પણ ખરીદે છે. આ સિવાય તાઈવાનને સેમિકન્ડક્ટર ચિપ બનાવતા દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : PM modi : વડાપ્રધાન મોદીએ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં રાંચીમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">