CORONAને કારણે આ દેશ થઈ રહ્યો છે આર્થિક તંગીથી પસાર, મહિલા અને ખેડૂત આત્મહત્યા કરવા થયા મજબૂર

|

Jan 22, 2021 | 12:24 PM

વર્ષ 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે પસાર થયું છે. 2020માં કોરોનાની(CORONA) મહામારીને કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે.

CORONAને કારણે આ દેશ થઈ રહ્યો છે આર્થિક તંગીથી પસાર, મહિલા અને ખેડૂત આત્મહત્યા કરવા થયા મજબૂર

Follow us on

વર્ષ 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે પસાર થયું છે. 2020માં કોરોનાની(CORONA) મહામારીને કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે. આ બીમારીથી વિશ્વના બધા દેશ પ્રભાવિત થયા છે. ચીનના(CHINA) વુહાનથી ફેલાયેલો આ વાયરસએ ફક્ત લોકોની જિંદગીમાં આર્થિક પ્રભાવ પાડયો છે પરંતુ મહામારીને કારણે લોકોની જિંદગીમાં તણાવ વધારવાનું પણ કામ કર્યું છે. આ બીમારીથી જાપાન(JAPAN) પણ દૂર રહ્યું નથી.

જાપાનમાં વર્ષ 2020માં કોરોના વાયરસને લઇને આત્મહત્યાના (SUICIDE)કેસમાં વધારો થયો છે. જાપાનમાં સૌથી વધુ મહિલાઓએ આત્મહત્યા કરી છે. કોરોના જેવી મહામારીને કારણે ઘણા લોકોના જીવનમાં તણાવ વધારી દીધો છે જેનું પરિણામ એ આવ્યું છે કે, સૌથી વધુ ખેડૂત અને મહિલાઓ આત્મહત્યા કરવા મજબૂર થયા છે.

રોઇટર્સના એક અહેવાલ મુજબ, શુક્રવારે પોલીસ દ્વારા પ્રકાશિત થયેલા આંકડાથી ખબર પડે છે કે ગયા વર્ષે 20919 લોકોએ આત્મહત્યા કરી હતી જે 2019ની તુલનામાં 750 વધુ છે. કાર્યકરો અને સંશોધનકારોના જણાવ્યા અનુસાર 2020ની શરૂઆતમાં આત્મહત્યાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ જુલાઈમાં કોરોનાની મહામારીને લઈને આત્મહત્યાના કેસમાં વધારો થયો છે. આત્મહત્યાના કેસની વાત કરવામાં આવે તો 13,943 પુરુષો અને 6,976 સ્ત્રીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

રિપોર્ટ અનુસાર, ગત વર્ષની તુલનામાં પુરુષોમાં આત્મહત્યાના કેસોમાં માત્ર 1 ટકા નોંધાય છે, જ્યારે મહિલાઓના કેસમાં 14.5 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર રિટેલ સ્કેટમાં કામ કરતી વધુ મહિલાઓએ આ રોગચાળામાં નોકરી ગુમાવી દીધી હતી, જેના કારણે તંગ મહિલાઓ આત્મહત્યા કરવા મજબુર થઈ હતી. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ એક ન્યૂઝ બ્રીફિંગમાં આ માહિતી આપી છે.

આ પણ વાંચો: LIVERને મજબૂત કરવા માટે ભોજનમાં આ ફળ અને શાકભાજીને કરો સામેલ

Next Article