ખંડિત બુદ્ધની મૂર્તિને ફરીથી અપાયું નવું રૂપ, અધ્યતન ટેકનોલોજીથી ઈટાલિયન પુરાતત્ત્વવિદોએ પાર પાડ્યું કામ
પાકિસ્તાનની સ્વાત ઘાટી (Swat Vally) કે જેનું નામ સાંભળીને જ મગજમાં આતંકવાદ, ચરમપંથ અને તાલિબાન જેવા શબ્દો મગજમાં અંકિત થાય છે. પરંતુ હવે અહિયાં ઘણી શાંતિ છે.

પાકિસ્તાનની સ્વાત ઘાટી (Swat Vally) કે જેનું નામ સાંભળીને જ મગજમાં આતંકવાદ, ચરમપંથ અને તાલિબાન જેવા શબ્દો મગજમાં અંકિત થાય છે. પરંતુ હવે અહિયાં ઘણી શાંતિ છે. 11 વર્ષ બાદ આ ખીણમાં પ્રવાસીઓનો અવાજ સંભળાય રહ્યો છે. સ્વાત્મા 100થી વધારે મઠ અને મંદિરો તેના જૂના વૈભવમાં પરત ફરી રહ્યા છે. ઈટલીથી આવેલી પુરાતત્વનીની ટીમે ડાયનામાઈટથી નષ્ટ કરેલી બુદ્ધની પ્રતિમાને મૂળ રૂપમાં પ્રસ્થાપિત કરી છે. ઈટાલીની સરકારે આ ખીણની જાળવણી માટે 20 કરોડ ખર્ચ કર્યા છે. જહાનાબાદથી 20 કિમી દૂર મિંગોરા શહેરમાં સાતમી સદીમાં એક પહાડ કોતરીને બનાવેલી બુદ્ધ (Buddha)ની પ્રતિમા સહનશીલતાનો શક્તિશાળી ચહેરો છે.
પ્રોફેસર પરેશ શાહીન કહે છે, “બુદ્ધ અહીં પહાડો પર ધ્યાન કરવા આવતા હતા. જ્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા બાદ ચટ્ટાનમાં તેની એક મહાકાય મૂર્તિ કંડારવામાં આવી. ધ્યાનમાં બેઠેલા બુદ્ધની આ પ્રતિમા દક્ષિણ એશિયાની સૌથી મોટી મૂર્તિ માનવામાં આવે છે. ભાગલા પહેલા હિમાલયના બૌદ્ધ સાધુઓ અહીં આવતા અને ધ્યાન કરતાં હતા. હવે આપણે બધા ઈચ્છીએ છીએ કે દુનિયાભરના બૌદ્ધ અનુયાયીઓ અહીં આવે અને બુદ્ધની અનુભૂતિ કરે.’
2007માં થયો હતો આતંકી હુમલો સપ્ટેમ્બર 2007માં આતંકીઓએ તેને ડાયનામાઈટથી ઉડાવી દીધું હતું. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અખ્તર અલીએ કહ્યું કે, “આતંકીઓએ બુદ્ધની પ્રતિમાના ચહેરા પર પહોંચવા સીડી અને દોરડાઓનો ઉપયોગ કર્યો હતો. ચહેરામાં દારૂ ગોળો ભર્યો અને તેને ડાયનામાઈટથી ઉડાવી દીધો.
11 વર્ષ બાદ પણ લોકો કરે છે અહીં આવવાનું પસંદ
કહેવાય છે કે આતંકવાદે 15 લાખ લોકોને અહીથી ભાગવા મજબૂર કરી દીધા હતા. છતાં 11 વર્ષબાદ લોકો ફરીથી અહીં પરત આવી રહ્યા છે. સ્વાત ઘાટીને દુનિયામાં ગાંધાર સંસ્કૃતિના મહાન કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે. જેમાં ડઝનો બુધઃ પ્રતિમાઓ અને ઐતિહાસક સ્મરકોના અવશેષો છે. ઘાટીમાં 1000થી વધારે મઠ,અભયારણ્ય અને સ્તૂપો ફેલાયેલા છે.

Italian experts conducted the conservation and restoration process using 3-D technology.
ઉત્ખનન કરીને બૌદ્ધ મઠો અને મંદિરોને સંરક્ષિત કરે છે સ્વાત વેલીના ક્યુરેટર એફ રહેમાનનું કહેવું છે કે સરકારે પુરાતત્ત્વવિદ્યાના દૃષ્ટિકોણથી ઘણી મહત્વપૂર્ણ સંપત્તિઓ ખરીદી છે. અમે અહીં ખોદકામ કરી રહ્યા છીએ અને બૌદ્ધ મઠો અને મંદિરો સાચવી રહ્યા છીએ. ભગવાન વિષ્ણુના 1300 વર્ષ જુના મંદિરના અવશેષો બારીકોટ ખંડાઈ ખાતે ખોદકામ દરમિયાન અહીં મળી આવ્યા છે. નજીકમાં એક આર્મી કેમ્પ અને પાણીની ટાંકી પણ મળી આવી છે. સંભવ છે કે ભક્તો અને પૂજારીઓ અહીં દર્શન કરતા પહેલા સ્નાન કરતા હતા. આ ઉપરાંત અમે બારીકોટ સ્વાટ ખાતે 1800 વર્ષ જુનું બૌદ્ધ સંકુલનું ખોદકામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: એક એવો ઓરડો જે માત્ર શિયાળાની ઋતુમાં સૂર્યોદય સમયે જ પ્રકાશિત થાય છે, કયા આવી આ રહસ્યમય જગ્યા?