Texas : 18 વર્ષીય પાગલે 19 નિર્દોષો સહિત 21 લોકોના જીવ લીધા, હત્યારાની માતાએ કહ્યું- મારો પુત્ર હિંસક નહોતો, તે એકલો હતો

|

May 27, 2022 | 3:20 PM

Texas School Shooting: 18 વર્ષીય સાલ્વાડોર રામોસે ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી સ્કૂલ પર હુમલો કરવા માટે AR-15 બંદૂકનો ઉપયોગ કર્યો હતો. શૂટિંગના લગભગ અડધા કલાક પહેલા રામોસે સોશિયલ મીડિયા પર ત્રણ પોસ્ટ લખી હતી.

Texas : 18 વર્ષીય પાગલે 19 નિર્દોષો સહિત 21 લોકોના જીવ લીધા, હત્યારાની માતાએ કહ્યું- મારો પુત્ર હિંસક નહોતો, તે એકલો હતો
18 વર્ષીય સાલ્વાડોર રામોસ અને તેની માતા એડ્રિયાના રેયેસ
Image Credit source: Social Media

Follow us on

Texas School Shooting: અમેરિકામાં ટેકસાસની રોબ એલિમેન્ટરી સ્કૂલ (Texas Elementary School) માં તાજેતરમાં 18 વર્ષીય પાગલ યુવક દ્વારા 19 માસુમ બાળકો સહિત 21 લોકોની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. પરંતુ, આ હત્યારા અને ગોળીબાર કરનારની માતાનું કહેવું છે કે તેનો પુત્ર હિંસક નહીં પરંતુ એકલો હતો. હા, 18 વર્ષીય શૂટર સાલ્વાડોર રામોસની માતા એડ્રિયાના રેયેસ (Adriana Reyes) દાવો કરે છે કે તેનો પુત્ર બિલકુલ હિંસક નહોતો, પરંતુ તે એકલતા અનુભવતો હતો. તમને જણાવી દઈએ કે 18 વર્ષીય સાલ્વાડોર રામોસે (Salvador Ramos)ઉવાલ્ડેની રોબ એલિમેન્ટરી સ્કૂલ પર હુમલો કરવા માટે AR-15 ગનનો ઉપયોગ કર્યો હતો. શૂટિંગના લગભગ અડધા કલાક પહેલા રામોસે સોશિયલ મીડિયા પર ત્રણ પોસ્ટ લખી હતી.

ડેઈલીમેલના એક અહેવાલ અનુસાર, સાલ્વાડોર રામોસની માતાએ કહ્યું કે તે એકદમ એકલો હતો. તેના બહુ ઓછા મિત્રો હતા. તે પોતાનામાં મગ્ન હતો. રેયેસે વધુમાં કહ્યું કે મારા પુત્રએ જે કર્યું તેનાથી હું ખૂબ જ આશ્ચર્યચકિત છું. હું તે પરિવારો માટે પ્રાર્થના કરું છું. હું તે તમામ માસૂમ બાળકો માટે પ્રાર્થના કરું છું.

શૂટરે સોશિયલ મીડિયા પર ફાયરિંગની માહિતી આપી હતી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

18 વર્ષીય શૂટર સાલ્વાડોર રામોસે હુમલાની મિનિટો પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે એક શાળા પર હુમલો કરવાનો છે. ટેક્સાસના ગવર્નરે આ જાણકારી આપી. ગવર્નરના કહેવા પ્રમાણે, રામોસે લખ્યું હતું કે તે તેની દાદીને ગોળી મારવા જઈ રહ્યો છે. આ પછી તેણે લખ્યું કે તેણે મહિલાને ગોળી મારી. પછી તેણે લખ્યું કે તે પ્રાથમિક શાળામાં શૂટિંગ કરવા જઈ રહ્યો છે. એબોટે કહ્યું કે રામોસને ગુનાહિત કે માનસિક બીમારીનો કોઈ ઈતિહાસ નથી.

જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો.

યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારમાં માર્યા ગયેલા તમામ એક જ વર્ગના હતા. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના લેફ્ટનન્ટ ક્રિસ્ટોફર ઓલિવરે સીએનએનને જણાવ્યું હતું કે તમામ પીડિતો ઉવલ્ડીની રોબ એલિમેન્ટરી સ્કૂલના ચોથા ધોરણમાં હતા. ફાયરિંગમાં 19 બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. પોલીસની જવાબી કાર્યવાહીમાં 18 વર્ષીય હુમલાખોર સાલ્વાડોર રામોસ અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

Next Article