AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેહાદીઓનો આતંક : બુર્કિના ફાસોમાં આર્મી યુનિટ પર આતંકી હુમલો, 9 સૈનિકો સહિત 15 લોકોના મોત

ઈન્ટેલિજન્સ એડવાઈઝરીના CEO લેઈથ અલખોરીએ જણાવ્યું હતું કે સંઘર્ષ વિશ્લેષકો કહે છે કે અંધાધૂંધ હુમલાઓ (Terrorist Attack) સતત આતંકવાદી ઝુંબેશનો સંકેત આપે છે અને જેહાદીઓ પર નિયંત્રણ કરવાની વહીવટીતંત્રની ક્ષમતા પર શંકા પેદા કરે છે.

જેહાદીઓનો આતંક : બુર્કિના ફાસોમાં આર્મી યુનિટ પર આતંકી હુમલો, 9 સૈનિકો સહિત 15 લોકોના મોત
Terrorist attack in Burkina Faso
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 10:03 AM
Share

આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં(Burkina Fasoજેહાદી હુમલામાં નવ સૈનિકો સહિત કુલ 15 લોકો માર્યા ગયા છે, સેનાએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. રવિવારની સવારે આતંકવાદીઓએ સાહેલ ક્ષેત્રના (Sahel region)  સોમ પ્રાંતના ગાસ્કિંડે અને પોબ મેન્ગાઓમાં સેનાના બે એકમો પર જેહાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે 24 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને વિસ્તારોમાં સુરક્ષા અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટના (Islamic State) આતંકવાદીઓ દ્વારા હુમલાઓ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને લગભગ 20 લાખ લોકો દેશ છોડી ચૂક્યા છે.

આંતરિક સુરક્ષા અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં મધ્ય ઉત્તર ક્ષેત્રમાં 16 સૈનિકો માર્યા ગયા હતા અને માર્ચના છેલ્લા બે અઠવાડિયામાં ઓછામાં ઓછા 40 સુરક્ષા દળોના જવાનો માર્યા ગયા હતા. જાન્યુઆરીમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારની હકાલપટ્ટી કરનારી સેના હવે દેશમાં હિંસક ઘટનાઓને રોકવા માટે અવિરતપણે લડી રહી છે. આ સાથે તે દેશને સુરક્ષિત બનાવવા માટે નવી રણનીતિ બનાવવાનો પણ પ્રયાસ કરી રહી છે. ગયા અઠવાડિયે, સરકારે કહ્યું હતું કે તે સ્થાનિક સમુદાયોના નેતાઓને ટેકો આપશે જેથી કરીને તેઓ જેહાદીઓ સાથે વાટાઘાટો કરી શકે અને સ્થાનિક લોકોને તેમના શસ્ત્રો ફેંકવા માટે હિંસાનો માર્ગ અપનાવવા માટે સમજાવી શકે.

વહીવટીતંત્ર જેહાદીઓને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહ્યું

આ દરમિયાન લિપ્ટકોના ચીફ ઓસ્માન અમીરો ડિકોએ કહ્યું કે પરિસ્થિતિ ગૂંચવણભરી છે. એક તરફ મંત્રણા ચાલી રહી છે તો બીજી બાજુ હુમલાઓ થઈ રહ્યા છે. ઈન્ટેલોનીક્સ ઈન્ટેલિજન્સ એડવાઈઝરીના CEO લેઈથ અલખોરીએ જણાવ્યું હતું કે સંઘર્ષ વિશ્લેષકો કહે છે કે અંધાધૂંધ હુમલાઓ સતત આતંકવાદી ઝુંબેશનો સંકેત આપે છે અને જેહાદીઓ પર નિયંત્રણ કરવાની વહીવટીતંત્રની ક્ષમતા પર શંકા પેદા કરે છે. તેણે કહ્યું કે તે એક કાર્ય છે જે કદાચ તેના શાસનને વ્યાખ્યાયિત કરશે. સાહેલ વિસ્તારમાં લાંબા સમયથી હિંસા થઈ રહી છે, જેના કારણે લોકોને અહીંથી વિસ્થાપિત થવાનો વારો આપ્યો છે.

જાન્યુઆરીમાં બળવો થયો હતો

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં 10 થી વધુ બળવાખોર સૈનિકોએ(Army)  જાહેરાત કરી હતી કે બુર્કિના ફાસો હવે લશ્કરી દ્વારા નિયંત્રિત છે. બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરને બળવાખોર સૈનિકોએ બંધક બનાવી લીધા હતા. કેપ્ટન સિદસોર કાબેર ઓડરોગોએ કહ્યું હતું કે સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ દેશભક્તિ આંદોલને તેની જવાબદારી નિભાવવાનું નક્કી કર્યું છે. સૈનિકો કાબોરના પ્રમુખપદનો અંત લાવી રહ્યા છે કારણ કે ઈસ્લામિક બળવાખોરી અને કટોકટીનો સામનો કરવામાં રાષ્ટ્રપતિ નિષ્ફળ નીવડ્યા છે.

આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થાય તો હું પુતિનને મળવા તૈયાર છું : ઝેલેન્સકી , જાણો યુદ્ધ સાથે જોડાયેલી 10 વાતો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">