Pakistan અને તાલિબાનો વચ્ચે તકરાર યથાવત, TTP એ બિલાવલને હજુ બાળક હોવાનું કહેતા બં દેશ વચ્ચે ઉકળતો ચરૂ

TV9 GUJARATI

|

Updated on: Jan 05, 2023 | 1:07 PM

આતંકવાદી જૂથ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો આ બંને પક્ષો પોતપોતાના સ્ટેન્ડ પર વળગી રહેશે અને સેનાના ગુલામ બની રહેશે તો તેમના મુખ્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જૂથે ચેતવણી આપી હતી કે લોકોએ આવા અગ્રણી લોકોની નજીક જવાનું ટાળવું જોઈએ

Pakistan અને તાલિબાનો વચ્ચે તકરાર યથાવત, TTP એ બિલાવલને હજુ બાળક હોવાનું કહેતા બં દેશ વચ્ચે ઉકળતો ચરૂ
Tensions between Pakistan and Taliban continue (Symbolic Image)

પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ધમકી આપી છે કે જો શાસક ગઠબંધનના બે મુખ્ય રાજકીય પક્ષો આતંકવાદીઓ સામે કડક પગલાંને સમર્થન આપવાનું ચાલુ રાખશે તો પક્ષના ટોચના નેતાઓને નિશાન બનાવશે. TTP અલ-કાયદાની નજીક માનવામાં આવે છે. તેણે વડાપ્રધાન શેહબાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીની આગેવાની હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના શાસક ગઠબંધનને ચેતવણી આપી છે.

આતંકવાદી જૂથ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો આ બંને પક્ષો પોતપોતાના સ્ટેન્ડ પર વળગી રહેશે અને સેનાના ગુલામ બની રહેશે તો તેમના મુખ્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જૂથે ચેતવણી આપી હતી કે લોકોએ આવા અગ્રણી લોકોની નજીક જવાનું ટાળવું જોઈએ. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટીટીપી માત્ર પાકિસ્તાનમાં જેહાદ ચલાવી રહી છે અને અમારું લક્ષ્ય દેશ પર કબજો કરી રહેલી સુરક્ષા એજન્સીઓ છે.

તેણે ખાસ કરીને વિદેશ પ્રધાન બિલાવલને ચેતવણી આપી હતી, જેમની માતા ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો 2007માં આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બિલાવલ હજુ બાળક છે, પરંતુ આ ગરીબ માણસે હજુ સુધી જોયું નથી કે યુદ્ધ શું હોય છે. ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે પીપીપી નેતાએ ટીટીપી સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું હતું.

જૂથે એમ પણ કહ્યું કે તેણે લાંબા સમયથી કોઈ રાજકીય પક્ષ સામે પગલાં લીધાં નથી પરંતુ કમનસીબે… બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પોતાની માતાના પ્રેમની તરસ છીપાવવા માટે અમેરિકાને માતાનો દરજ્જો આપ્યો હતો. આતંકવાદી સંગઠને એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન શરીફે અમેરિકાને ખુશ કરવા TTP સામેના યુદ્ધમાં તેમના સમગ્ર પક્ષને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.

વીડિયો શૂટ કર્યો અને કહ્યું- અમે આવી રહ્યા છીએ

આ સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમે આવી રહ્યા છીએ. એક નાનો વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. એક માણસ ઉર્દૂ અને અંગ્રેજીમાં ધમકીભર્યા સંદેશ સાથે કાગળનો ટુકડો પકડીને જોઈ શકાય છે. વ્યક્તિનો ચહેરો દેખાતો નથી અને વીડિયો ઈસ્લામાબાદના મારગલ્લા હિલ્સ પરથી શૂટ કરવામાં આવ્યો હતો. અહેવાલ છે કે પાકિસ્તાનના સુરક્ષા દળોએ વીડિયો બનાવનાર TTP સભ્યની ધરપકડ કરી લીધી છે.

ટીટીપીએ ધાર્મિક રાજકીય પક્ષોને બક્ષતા કહ્યું કે ટીટીપીની નીતિમાં તેમની સામે કાર્યવાહીનો કોઈ અવકાશ નથી. જો કે, તેમને કહેવામાં આવ્યું છે કે અમે તમને (ધાર્મિક પક્ષોને) અમારી વિરુદ્ધની ગતિવિધિઓથી દૂર રહેવાની પણ વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના બેનર હેઠળની બેઠક દરમિયાન દેશના નાગરિક-લશ્કરી નેતૃત્વએ દેશમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવાનો સંકલ્પ કર્યાના દિવસો બાદ આ ચેતવણી આવી છે.

આતંકવાદીઓ સાથે વાતચીતનો વિરોધ

વડા પ્રધાન શરીફે NSCની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને બળવાખોરો વિરુદ્ધ નવી નીતિની હિમાયત કરનારા બિલાવલે પણ તેમાં ભાગ લીધો હતો. NSC એ મુખ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વ્યૂહાત્મક બાબતો અંગેના નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. વિદેશ મંત્રીએ અગાઉ પણ આતંકવાદીઓ સાથે વાતચીતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર તુષ્ટિકરણની નીતિ અપનાવશે નહીં. મંગળવારે ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે ટીટીપી કે અન્ય કોઈ પણ આતંકવાદી સંગઠન સાથે વાતચીત કરવામાં નહી આવે

પાકિસ્તાન સુરક્ષા દળો પર હુમલો કરવાનો આદેશ

નવેમ્બરમાં, ટીટીપીએ જૂનમાં સરકાર સાથે અનિશ્ચિત સમય માટેનો યુદ્ધવિરામ પાછો ખેંચી લીધો હતો અને તેના આતંકવાદીઓને સુરક્ષા દળો પર હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનને આશા હતી કે સત્તામાં આવ્યા બાદ અફઘાન તાલિબાન ટીટીપીના ઓપરેટિવ્સને હાંકી કાઢીને પાકિસ્તાન વિરુદ્ધ તેની ધરતીનો ઉપયોગ કરવાનું બંધ કરશે, પરંતુ ઈસ્લામાબાદ સાથેના સંબંધો બગડવાની પરવા કર્યા વિના તેણે આમ કરવાનું બંધ કર્યું નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati