તાલિબાને DGCA ને લખ્યો પત્ર, ભારતથી અફઘાનિસ્તાનની વિમાની સેવા શરૂ કરવા કરી માંગ

|

Sep 29, 2021 | 2:25 PM

અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત જાહેર કર્યા બાદ અફઘાનિસ્તાન તરફથી ભારત સાથે આ પ્રથમ સત્તાવાર સરકારીસ્તરની મંત્રણા છે.

તાલિબાને DGCA ને લખ્યો પત્ર, ભારતથી અફઘાનિસ્તાનની વિમાની સેવા શરૂ કરવા કરી માંગ
Air India flight (file photo)

Follow us on

અફઘાનિસ્તાનની (Afghanistan) તાલિબાન સરકારે (Taliban government) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (Director General of Civil Aviation – DGCA) ને પત્ર લખ્યો છે. જેમાં તેણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિમાની સેવા ફરી શરૂ કરવાની માંગ કરી છે. અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત (Islamic Emirate) જાહેર કર્યા બાદ અફઘાનિસ્તાન તરફથી ભારત સાથે આ પ્રથમ સત્તાવાર મંત્રણા છે. જણાવવામાં આવ્યું છે કે તાલિબાનના આ પત્રની નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, ભારતે 15 ઓગસ્ટથી અફઘાનિસ્તાનથી (Afghanistan) કોમર્શિયલ ફ્લાઇટ સેવાઓ (Commercial flight service) સ્થગિત કરી દીધી છે. ભારતીય નાગરિકોને ત્યાંથી લાવવા માટે, બચાવ અને રાહત કામગીરી હેઠળ માત્ર થોડાક જ વિમાનોને કાબુલ એરપોર્ટ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, કાબુલમાં તાલિબાન શાસનની સ્થાપના બાદથી અત્યાર સુધી ભારતે કોઈ સત્તાવાર સંપર્ક સ્થાપિત કર્યો નથી, જેના કારણે એરલાઈન શરૂ કરવા બાબતે હાલ કોઈ ચર્ચા થઈ ન હતી.

મીડિયા અહેવાલો અનુસાર, આ પત્ર તાલિબાન વતી વર્તમાન સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન અલ્હાજ હમીદુલ્લા અખુનઝાદા વતી લખવામાં આવ્યો છે. આ પત્ર 7 સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવ્યો હતો. અખુનઝાદાએ તેમાં લખ્યું હતું કે, “જેમ તમે જાણો છો, તાજેતરમાં જ કાબુલ એરપોર્ટને ભારે નુકસાન થયું હતું અને તે અમેરિકી સૈન્ય પરત ફર્યા બાદથી બંધ હતું. પરંતુ કતારથી અમારા ભાઈઓની તકનીકી સહાયથી, એરપોર્ટ ફરી એકવાર કાર્યરત થઈ રહ્યું છે. 6 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટના તમામ કર્મચારીઓને NOTAM ( Notice to Airman) જારી કરવામાં આવી હતી. ”

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “આ પત્રનો ઉદ્દેશ બે દેશો વચ્ચે મુસાફરોની અવરજવરને પુન પ્રસ્થાપિત કરવાનો અને અમારી રાષ્ટ્રીય એરલાઇન્સ (Ariana Afghan Airlines and Cam Air) ને અફઘાનિસ્તાન માટે તેમની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે સક્ષમ બનાવવાનો છે. ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન, આ બાબતમાં ભારતને નિશ્ચિત કરવા માંગે છે.

આ પણ વાંચોઃ Teri Mitti Controversy : વિવાદને લઇને ગીતા રબારીએ આપ્યુ નિવેદન, કહ્યુ ‘કેટલાક લોકો દ્વારા મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે’

આ પણ વાંચોઃ Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની પ્રાથમિક પૂછપરછ કરાઈ, મુખ્ય આરોપી અશોક જૈનની શોધખોળ તેજ

 

Published On - 1:57 pm, Wed, 29 September 21

Next Article