તાલિબાનને નહીં મળે UNGAમાં બોલવાનો મોકો, અફઘાનિસ્તાન તરફથી ‘ગુલામ ઇસાકજઈ’ કરશે દુનિયાને સંબોધન

|

Sep 25, 2021 | 5:03 PM

અફઘાનિસ્તાન (Afghanistan) વતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા માટે તાલિબાને (Taliban) તેના રાજદૂતને નામાંકિત કર્યા છે. આ માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો.

તાલિબાનને નહીં મળે UNGAમાં બોલવાનો મોકો, અફઘાનિસ્તાન તરફથી ગુલામ ઇસાકજઈ કરશે દુનિયાને સંબોધન
Ghulam Isaczai ( File photo)

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) સતા મેળવ્યા બાદ તાલિબાન (Taliban) માટે વૈશ્વિક માન્યતા મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. આતંકવાદીઓની સરકાર બનાવનાર આ સંગઠનને શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કોઈ સ્થાન નહીં મળે.

વૈશ્વિક એજન્સીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના વર્તમાન માન્ય રાજદૂત ગુલામ ઇસાકજઇનું (Ghulam Isaczai) નામ વક્તાની યાદીમાં સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટેફની દુઝારિકે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકારનું પ્રતિનિધિત્વ કરનાર ઇસકજઈ અફઘાનિસ્તાન વતી બોલશે.

આ અઠવાડિયાની શરૂઆતમાં તાલિબાનોએ ન્યૂયોર્કમાં UNGAની (United Nations General Assembly) બેઠકને સંબોધિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને દોહા સ્થિત પ્રવક્તા સુહેલ શાહીનને UNમાં અફઘાનિસ્તાનના રાજદૂત તરીકે નામ આપ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુતકીએ પણ સોમવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસને પત્ર લખ્યો હતો. જેમાં ગુતારેસ UNGAની વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બોલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તાલિબાને ઇસકજઇના ઓળખપત્રને પડકારતા કહ્યું કે તે હવે પ્રભારી છે અને તેને રાજદૂત નિયુક્ત કરવાનો અધિકાર છે.

યુએન સેક્રેટરી જનરલને પત્ર લખ્યો
મુતકીએ ગુતારેસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગનીને 15 ઓગસ્ટના રોજ “પદભ્રષ્ટ” કરવામાં આવ્યા હતા અને વિશ્વભરના દેશો “અશરફ ગનીને હવે રાષ્ટ્રપતિ તરીકે ઓળખતા નથી.” પ્રતિનિધિત્વ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે UNGA (United Nations General Assembly) સમિતિ આવી બાબતો સંબંધિત નિર્ણયો લેવા માટે મળે છે.

એજન્સીના પ્રવક્તા મોનિકા ગ્રીલીએ જણાવ્યું હતું કે આ વખતે બેઠક નવેમ્બરમાં યોજાશે. તો જ આ મુદ્દે ઉકેલ મળશે. જ્યાં સુધી સમિતિ નિર્ણય નહીં લે ત્યાં સુધી ઇસકજઇ અફઘાનિસ્તાન માટે રાજદૂત રહેશે. તેઓ બેઠકના છેલ્લા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ સંબોધન કરશે.

પહેલા પણ ના મળી હતી માન્યતા
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને બુધવારે કહ્યું, ‘સરકારને માન્યતા અપાવવા માટે અમારી પાસે તમામ જરૂરી વસ્તુઓ છે. તેથી અમે આશા રાખીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનની વર્તમાન સરકારને તટસ્થ વિશ્વ સંસ્થા તરીકે માન્યતા આપશે. અગાઉ તાલિબાનના અગાઉના શાસનમાં 1996-2001 માં પણ યુએનએ તાલિબાનને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમજ અફઘાનિસ્તાનની સીટ તત્કાલીન રાષ્ટ્રપતિ બુરહાનુદ્દીન રબ્બાનીની અગાઉની સરકારને આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Arshi khan : બિગ બોસ ફેમ અર્શી ખાને રેસલિંગ મેચમાં પુરુષને હરાવ્યો, જુઓ video

આ પણ વાંચો :સોનૂ સૂદ હૈદરાબાદમાં ખોલશે હોસ્પિટલ, ‘કહ્યુ સોનૂ રહે કે ના રહે પણ દર્દીઓને મફતમાં સારવાર મળતી રહેવી જોઇએ’

Published On - 5:02 pm, Sat, 25 September 21

Next Article