અમેરિકાના ‘મિત્રો’ને શોધવામાં લાગ્યા તાલિબાન, ઘરે-ઘરે જઈ કરી તપાસ, સામે નહીં આવવા પર આપી ઘરવાળાઓને જાનથી મારી નાખવાની ધમકી

|

Aug 19, 2021 | 7:23 PM

યુનાઈટેડ નેશન્સના એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન અમેરિકા અને નાટો સુરક્ષા દળો સાથે કામ કરી ચૂકેલા લોકોની શોધ તેજ કરી રહ્યું છે. કાબુલ એરપોર્ટની (Kabul Airport) ભીડમાં પણ આવા લોકોની શોધ કરવામાં આવી રહી છે.  

અમેરિકાના મિત્રોને શોધવામાં લાગ્યા તાલિબાન, ઘરે-ઘરે જઈ કરી તપાસ, સામે નહીં આવવા પર આપી ઘરવાળાઓને જાનથી મારી નાખવાની ધમકી
સાંકેતિક તસ્વીર

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) પરત ફર્યા બાદ દેશમાં વિદેશી દળોને મદદ કરતા લોકો પર આફત આવી પડી છે. તાલિબાની અમેરિકન અને નાટો સૈનિકોને મદદ કરનારાઓની શોધ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે 9/11ના (9/11 Attack) હુમલા બાદ અમેરિકાના નેતૃત્વમાં વિદેશી દળોએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો અને તાલિબાનને સત્તામાંથી હાંકી કાઢ્યા.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ દરમિયાન તાલિબાનીઓ સામે કાર્યવાહીમાં સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી હતી. આમાં ટ્રાન્સલેટર અને ગુપ્ત માહિતી આપનારાઓ સામેલ છે. એક વિદેશી સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે યુનાઈટેડ નેશન્સના એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન અમેરિકા અને નાટો સુરક્ષા દળો સાથે કામ કરી ચૂકેલા લોકોની શોધ તેજ કરી રહ્યુ છે. કાબુલ એરપોર્ટની (Kabul Airport) ભીડમાં પણ આવા લોકોની શોધ કરવામાં આવી રહી છે.

 

 

ઉગ્રવાદી સંગઠનના લડવૈયાઓએ ચેતવણી આપી છે કે જો તેઓ સુરક્ષા દળોને મદદ કરતા લોકોને શોધી નહીં શકે તો તેમના પરિવારના સભ્યોને મારી નાખવામાં આવશે અથવા તેમની ધરપકડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ફરી એકવાર તાલિબાનનો ઈરાદા સ્પષ્ટ થઈ ગયો છે.

 

માફીના એલાન બાદ થઈ રહી છે મદદ કરનારા લોકોની શોધ 

વિદેશી સુરક્ષા દળોને મદદ કરનારા લોકોની શોધ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે તાલિબાને લોકો માટે માફીની જાહેરાત કરી છે. ઈસ્લામિક અમીરાત સંસ્કૃતિ કમિશનના સભ્ય ઈનામુલ્લાહ સમનગનીએ (Enamullah Samangani) મંગળવારે સરકારી ટીવી પર બધા માટે “માફી”ની જાહેરાત કરી અને મહિલાઓને સરકારમાં જોડાવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ઈસ્લામિક અમીરાત (Islamic Emirate) ઈચ્છતું નથી કે મહિલાઓને તકલીફ પડે. તેમણે લોકોને કામ પર પાછા ફરવા પણ વિનંતી કરી. અફઘાનિસ્તાન માટે તાલિબાન ઈસ્લામિક અમીરાતનો ઉપયોગ કરે છે.

 

અફઘાન ટ્રાન્સલેટરને મારી ગોળી 

 ધ ગાર્ડિયને સમાચારમાં કહ્યું કે ઑસ્ટ્રેલિયાઈ સેના (Australian Military) માટે કામ કરનારા એક પૂર્વ અફઘાન ટ્રાન્સલેટરને કાબુલ એરપોર્ટ પર ગોળી મારવામાં આવી. હકીકતમાં ટ્રાન્સલેટર ઑસ્ટ્રેલિયાઈ ઈવેક્યુએશન મિશન (Australian Evacuation Mission) હેઠળ અફઘાનિસ્તાનથી બહાર જવા માટે કાબૂલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. એરપોર્ટની બહાર તાલિબાન પોસ્ટને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ટ્રાન્સલેટરને (Afghan Interpreter) ગોળી મારવામાં આવી.

 

 

આ પણ વાંચોBomb blast: પાકિસ્તાનના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત અનેક લોકો ઘાયલ

 

આ પણ વાંચોશું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની ‘Expiry Date’

Next Article