તાલિબાનને મળ્યું કતારનું સમર્થન, વિદેશ મંત્રીએ કહ્યું, ‘નબળા અવાજોને ભાગીદાર પાસેથી મળશે તાકાત’

|

Oct 13, 2021 | 11:12 PM

કતારના વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાન અને તેના નવા તાલિબાન શાસકોને અલગ પાડવા એ ક્યારેય ઉકેલ નથી.

તાલિબાનને મળ્યું કતારનું સમર્થન, વિદેશ મંત્રીએ કહ્યું, નબળા અવાજોને ભાગીદાર પાસેથી મળશે તાકાત
Taliban gain Qatari support

Follow us on

Qatar and Taliban Connection: કતારના વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાન અને તેના નવા તાલિબાન શાસકોને અલગ પાડવા એ ક્યારેય ઉકેલ નથી. તેમણે બુધવારે કહ્યું કે, તાલિબાન સાથેની ભાગીદારી નબળા અવાજોને તાકાત આપી શકે છે. વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ (Sheikh Mohammed bin Abdulrahman Al Thani) કતારમાં રાજદ્વારી મંત્રણા દરમિયાન આ વાત કરી હતી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાનનો કબજો લેતા પહેલા વર્ષો સુધી કતારમાં રાજકીય કાર્યાલય ચલાવ્યું હતું.

વિશ્વની નજર તેના પર છે કે, તાલિબાન બે દાયકાની ઉગ્રવાદી પ્રવૃત્તિઓ અને શાસન માટે યુદ્ધ (Taliban Qatar Meeting) પછી કાબુલ પર કબજો જમાવવાના સમયથી કેવી રીતે બદલાઈ ગયું છે. અમેરિકા 10 યુરોપિયન દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ આ અઠવાડિયે કતારની રાજધાની દોહામાં તાલિબાન નેતાઓ સાથે સામ સામે મંત્રણા યોજી હતી, તાલિબાનોએ શાસન સંભાળ્યા બાદ આ પ્રકારની પ્રથમ બેઠક હતી.

થાની- યોગ્ય પગલું ભરવાનું કહો

અલ થાનીએ દોહામાં આતંકવાદ વિરોધી નિષ્ણાતોને જણાવ્યું હતું કે, કતાર માને છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાલિબાનને માત્ર તેમની ‘નકારાત્મક ક્રિયાઓ’ (Taliban Afghanistan Latest Update) માટે સજા કરવાને બદલે યોગ્ય પગલાં લેવા માટે કહેવું જોઈએ. “આ પ્રગતિને પ્રોત્સાહન આપશે અને આગળ વધશે,” તેમણે કહ્યું. “આ તેમની સરકારમાં વધુ પ્રભાવશાળી બનવા માટે નબળા અવાજોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે,”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમેરિકાએ તાલિબાનને શું કહ્યું?

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે મંગળવારે જણાવ્યું હતું કે, વોશિંગ્ટને આ અઠવાડિયે તાલિબાન સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ સામે લડવા અને માનવાધિકારના રક્ષણ (Taliban Qatar Talks) સાથે જોડાયેલા મુદ્દાઓ પર આ જૂથની તેની કસોટી થશે. તે જ સમયે કતાર પહેલા પણ તાલિબાન વિશે ઘણા નિવેદનો આપવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ ગયા મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, જો તાલિબાન અલગ થઈ જાય તો તે વધુ અસ્થિરતા તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સુરક્ષા અને સામાજિક-આર્થિક ચિંતાઓ દૂર કરવા માટે દરેક વ્યક્તિએ આગળ આવવું જોઈએ.

 

આ પણ વાંચો: IGNOU Exam 2021 Result: ઇગ્નૂએ જૂન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જાણો કેવી રીતે થશે ચેક

આ પણ વાંચા: Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો

Next Article