Afghanistan : તાલિબાનના કબજામાં વધુ એક અફઘાની જિલ્લો, બન્નૂ પર તાલિબાનોનું નિયંત્રણ

|

Aug 22, 2021 | 1:31 PM

કાબુલ સહિત દેશના મોટા શહેરો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તાલિબાન લડવૈયાઓએ કંધાર, હેરત જેવા મોટા શહેરોનો કબજો લઈ લીધો છે અને તાલિબાનનો ધ્વજ ફરકાવ્યો છે.

Afghanistan : તાલિબાનના કબજામાં વધુ એક અફઘાની જિલ્લો, બન્નૂ પર તાલિબાનોનું નિયંત્રણ
સાંકેતિક તસ્વીર

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban) કબ્જો કરવામાં લાગ્યુ છે. રાજધાની કાબુલ પર નિયંત્રણ બાદ તાલિબાન દેશના અન્ય ભાગ પર કબજો કરી રહ્યુ છે. આ શ્રેણીમાં રવિવારે, તાલિબાનોએ બગલાન પ્રાંતના (Baghlan Province) બન્નુ જિલ્લા (Bannu District) પર કબજો કર્યો છે.તાલિબાને દાવો કર્યો હતો કે તેણે બન્નુ જિલ્લા પર નિયંત્રણ મેળવ્યું છે. ઉગ્રવાદી સંગઠનના લડવૈયાઓએ જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં ક્લિયરન્સ ચાલી રહ્યું છે.

તાલિબાને ગયા રવિવારે કાબુલ પર કબજો કર્યો હતો. ત્યારથી, મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. કાબુલ સહિત દેશના મોટા શહેરો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તાલિબાન લડવૈયાઓએ કંધાર, હેરત જેવા મોટા શહેરોનો કબજો લઈ લીધો છે અને તાલિબાનનો ધ્વજ ફરકાવ્યો છે. તાલિબાનોના કબજા બાદ આ શહેરોમાં ભયનું વાતાવરણ છે. તાલિબાને કહ્યું છે કે તે ઇસ્લામિક કાયદાની મર્યાદામાં રહીને રાજ કરશે.

જો કે, લોકોને ડર છે કે જો સરકાર શરિયા અને ઇસ્લામિક કાયદા હેઠળ ચાલે તો દેશની મહિલાઓના અધિકારો પર કાપ આવી શકે છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ અંગે પશ્ચિમી દેશો સહિત સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અફઘાનિસ્તાનમાં ઉભુ થયુ માનવીય સંકટ 

તાલિબાનના કબજા પછી, અફઘાનિસ્તાનમાં માનવીય કટોકટી ઉભી થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચેના યુદ્ધે અસંખ્ય લોકોને ભૂખમરો અને રોગનો શિકાર બનાવી દીધા છે. ડબ્લ્યુએચઓના (WHO) પ્રવક્તા તારિક જસારેવિકના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનની અડધી વસ્તીને માનવીય સહાયની જરૂર છે.

જેમાં 40 લાખ મહિલાઓ અને એક કરોડ બાળકોનો સમાવેશ થાય છે. પ્રવક્તાએ કહ્યું છે કે, હાલમાં દેશમાં માનવીય સહાય સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવા માટે આરોગ્ય સેવાઓ યોગ્ય રીતે કામ કરે તે જરૂરી છે.

લોકોએ ત્રણ જિલ્લાઓને તાલિબાનથી મુક્ત કરાવ્યા 

બીજી બાજુ, તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટાભાગના જિલ્લાઓ પર કબજો કરી લીધો છે. પરંતુ બહાદુર અફઘાન પ્રજાએ હજુ તાલિબાન સામે હાર માની નથી. અફઘાન મીડિયા અનુસાર, લોકોએ બળવાખોર જૂથ સામે લડવાનું શરૂ કરી દીધું છે.

તાલિબાન વિરોધી કમાન્ડર અબ્દુલ હમીદ દગરના નેતૃત્વમાં અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતના ત્રણ જિલ્લા તાલિબાનના કબજામાંથી મુક્ત કરાયા છે. આ ઘટનાને તાલિબાન અને તેમને ટેકો આપી રહેલા પાકિસ્તાન માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના ટેકા અને હથિયારોની મદદથી તાલિબાન અફઘાનિસ્તાનના મોટા ભાગને કબજે કરવામાં સફળ રહ્યું છે.

 

આ પણ વાંચોઅમેરિકા સહિત દુનિયાના આ દેશો સાથે કુટનીતિક અને વ્યાપારિક સંબંધ બનાવવા ઈચ્છે છે તાલિબાન: મુલ્લા બરાદર

આ પણ વાંચોવિયેતનામમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે સરકારે કડક કર્યા નિયમો, લોકડાઉન પહેલા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચવામાં સેના કરી રહી છે મદદ

Next Article