Sundar Pichai: હું એક અમેરિકન નાગરિક છું પણ મારી અંદર ભારત વસેલું છે, Google CEOએ ઓપન ઇન્ટરનેટને લઈ કરી આ વાત

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને તેના મૂળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું અમેરિકન નાગરિક છું પણ ભારત મારી અંદર વસે છે.

Sundar Pichai: હું એક અમેરિકન નાગરિક છું પણ મારી અંદર ભારત વસેલું છે, Google CEOએ ઓપન ઇન્ટરનેટને લઈ કરી આ વાત
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 8:47 AM

ગૂગલના સીઈઓ (Google CEO) સુંદર પિચાઇએ એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ઘણા દેશોમાં “ફ્રી અને ઓપન ઇન્ટરનેટ” (Free and Open Internet) પર હુમલો થઈ રહ્યો છે. પિચાઈએ જણાવ્યું હતું કે, ઘણા દેશો માહિતીના પ્રવાહને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સીધા જ ચીનનો (China) ઉલ્લેખ નહોતો કર્યો પણ કહ્યું હતું કે, આપણા મોટા ઉત્પાદનો અને સેવાઓ ચીનમાં ઉપલબ્ધ નથી.

મહત્વનું છે કે, જ્યારે 49 વર્ષીય પિચાઈને તેના મૂળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું અમેરિકન નાગરિક છું પણ ભારત મારી અંદર વસે છે. તેથી હું જે કાઈ પણ છું તેનો મોટો ભાગ ભારત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાત કરતા પિચાઈએ કહ્યું કે, હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સૌથી શક્તિશાળી ટેક્નોલોજી તરીકે જોઉં છું.

તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મનુષ્ય વિકસિત કરશે અને તેના પર કામ કરશે. જો તમે આગ, વીજળી અથવા ઇન્ટરનેટ વિશે વિચારો છો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેના જેવું જ છે. તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને સાયબર સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી હતી. જિનીવામાં બંને નેતાઓની બેઠક મળ્યાના એક મહિનામાં જ આ ચર્ચા થઈ.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો: Petrol-Diesel Price today : સરકારી તેલ કંપનીઓની આમ આદમીને રાહત , જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે

આ પણ વાંચો: Panchmahal: કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">