સુંદર પિચાઈ અને સત્ય નડેલાને મળે છે વધુ પડતો પગાર? ચોંકાવનારા આંકડા આવ્યા સામે

|

Mar 01, 2021 | 6:45 PM

આલ્ફાબેટ ઈન્કના સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સત્ય નડેલા વિશ્વનાએ 100 સીઈઓ છે, જેમને વધુ ચુકવણી કરવામાં આવે છે. એક નવા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

સુંદર પિચાઈ અને સત્ય નડેલાને મળે છે વધુ પડતો પગાર? ચોંકાવનારા આંકડા આવ્યા સામે
સુંદર પિચાઈ, સત્ય નડેલા

Follow us on

આલ્ફાબેટ ઈન્કના સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સત્ય નડેલા વિશ્વનાએ 100 સીઈઓ છે, જેમને વધુ ચુકવણી કરવામાં આવે છે. એક નવા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ કોઈ નવી વાત નથી કે એસ એન્ડ પી 500 ઈન્ડેક્સની લિસ્ટેડ કંપનીઓના સીઈઓને સૌથી વધુ ચૂકવણી કરવામાં આવે છે. જો કે આ અહેવાલમાં ઘણા મેટ્રિક્સના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે કે કયા સીઈઓને વધુ પગાર મળે છે. આ અહેવાલ તૈયાર કરવા માટે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી. પ્રથમ એ કે કંપનીના પાછલા પ્રદર્શનના આધારે સીઈઓને કેટલો પગાર મેળે છે. તે સિવાય એ પણ નોંધવામાં આવ્યું છે કે કેટલા શેરહોલ્ડરોએ સીઈઓના પગારમાં વધારો કરવાના વિરોધમાં મત આપ્યો છે અને કંપનીના કર્મચારીના સરેરાશ પગારની તુલનામાં અધિકારીઓના પગારમાં કેટલો વધારો થાય છે.

 

1,085 કર્મચારીઓ જેટલો પગાર મળે છે સુંદર પિચાઈને

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રસપ્રદ વાત એ છે કે આ લીસ્ટમાં સૌથી વધુ પગાર લેતા આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ છે. જેમને 280,621,552 યુએસ ડોલરનો પગાર મળે છે. તેની તુલનામાં આલ્ફાબેટમાં કર્મચારીઓનો સરેરાશ પગાર 258,708 ડોલર છે. આ આધારે આશરે 1,085 કર્મચારીઓ જેટલો પગાર સુંદર પિચાઈને મળે છે.

 

સત્ય નડેલા કયા નંબર પર છે?

માઈક્રોસોફ્ટના સત્ય નડેલા પણ આ યાદીમાં 24માં ક્રમે છે. તેમનો પગાર 42,910,215 ડોલર છે. સત્ય નડેલાને માઈક્રોસોફ્ટના કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં 27,896,691 ડોલર વધુ પગાર મળે છે. કંપનીમાં કર્મચારી દીઠ સરેરાશ પગાર 1,72,412 ડોલર છે. એટલે કે 249 કર્મચારીઓના પગાર બરાબર સત્ય નડેલાનો પગાર છે.

 

માર્ક ઝુકરબર્ગનું નામ પણ શામેલ

સોશિયલ મીડિયા કંપનીના કિંગ માર્ક ઝુકરબર્ગનું નામ પણ આ લીસ્ટમાં છે. તેમનું સ્થાન 73માં નંબર પર છે. ઝુકરબર્ગને 23,314,973 ડોલર પગાર મળે છે. જે કર્મચારીઓના સરેરાશ પગાર કરતા 9,415,973 ડોલર વધુ છે. કર્મચારીઓનો સરેરાશ પગાર 2,47,977 ડોલર છે. એટલે કે ઝુકરબર્ગ 94 કર્મચારીઓ જેટલો પગાર લે છે. આ લિસ્ટમાં ટેક કંપનીઓના હેડ સાથે વોલ્ટ ડિઝની કંપનીના ભૂતપૂર્વ સીઈઓ બોબ એગર, ફોક્સ કોર્પોરેશનના લાશેલેન મર્ડાક અને ક્રોફ્ટ હેંજ કંપનીના મિગુલ પેટ્રેસિઓનું નામ પણ સામેલ છે.

 

આ પણ વાંચો: 120 વર્ષમાં બીજી વાર February માસમાં જોવા મળી આટલી ગરમી, તો શું આ વર્ષે તૂટશે ગરમીનો રેકોર્ડ

Next Article