પાકિસ્તાનના કવેટામાં આતંકવાદીઓનો પોલીસ પર આત્મઘાતી હુમલો, 3 લોકોના મોત, અન્ય 28 ઘાયલ

|

Nov 30, 2022 | 12:23 PM

પાકિસ્તાનમાં (pakistan )આજે એક આત્મઘાતી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. આ આત્મઘાતી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન તહરીક એ તાલિબાન પાકિસ્તાને લીધી છે. આ હુમલાની ઘટનમાં એક પોલીસકર્મી , એક મહિલા અને એક બાળકનું મોત થયું છે.

પાકિસ્તાનના કવેટામાં આતંકવાદીઓનો પોલીસ પર આત્મઘાતી હુમલો, 3 લોકોના મોત, અન્ય 28 ઘાયલ
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો
Image Credit source: Social

Follow us on

મીડિયામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર પાકિસ્તાનના દક્ષિણી શહેર કવેટામાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલો પોલીસને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 3 લોકો હોમાઇ ગયા છે. સાથે જ આ હુમલાની ઘટનામાં અન્ય 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.  આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. છેલ્લા અહેવાલો અનુસાર આ આત્મઘાતી હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન તહરીકે તાલિબાને સ્વીકારી છે. આ આતંકવાદી સંગઠને હાલમાં જ પાકિસ્તાન સરકાર સાથે પોતાના યુદ્ધ વિરામ ભંગના કરારને તોડયો છે.

ઘટના અંગે મળતી વિગતો અનુસાર મરનાર 3 મૃતકોમાં એક પોલીસ, એક મહિલા અને એક બાળક છે. ડીઆઇજીએ આ અંગે વધારે વિગતો આપતા કહ્યું કે પોલીસકર્મચારી ફરજ પર હાજર હતો. ત્યારે એક રિક્ષાએ પોલીસ ટ્રકને ટક્કર મારી હતી. આ બોમ્બ વિસ્ફોટમાં 20થી 25 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટને પગલે ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી આરંભી દેવામાં આવી હતી. અને બોમ્બ સ્કોવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

પાકિસ્તાનના કુચલક બાયપાસ પાસે વિસ્ફોટ થયો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ખાનગી ટીવી ચેનલ એક્સપ્રેસ ન્યૂઝે આ સમાચાર અંગે માહિતી આપી છે. ચેનલના અહેવાલ અનુસાર, ક્વેટાના કુચલક બાયપાસ પર પોલીસ ટ્રકની નજીક બ્લાસ્ટ થયો. જેમાં 3 લોકોના મોત થયા. અને, પોલીસ કર્મચારીઓ સહિત 28 લોકો ઘાયલ થયા. પોલીસના જણાવ્યાનુસાર, વિસ્ફોટને કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર પણ અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ. પોલીસનું કહેવું છે કે ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આત્મઘાતી હુમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.

પોલીસકર્મીઓ પોલિયો રસીકરણ ટીમની સુરક્ષા કરી રહ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે પોલીસ ટીમના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમ પોલિયો રસીકરણ ટીમની સુરક્ષામાં લાગેલી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સતત પોલિયો રસીકરણ કાર્યક્રમને નિશાન બનાવી રહ્યા છે. તેઓ માને છે કે આ પ્રોગ્રામ દ્વારા જાસૂસી કરવામાં આવે છે. જે વિસ્તારમાં હુમલો થયો હતો. ત્યાંથી અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદ નજીકમાં છે. આ વિસ્તારમાં મોટા ભાગના આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ પહેલા પણ પોલિયો રસીકરણ ટીમને નિશાન બનાવવામાં આવી છે.

(ઇનપુટ-એજન્સી-ભાષા)

Published On - 12:23 pm, Wed, 30 November 22

Next Article