માલીના વચગાળાના રાષ્ટ્રપતિ અસિમી ગોઇતા પર હુમલો, છરીના ઘા મારવા કરાયો પ્રયાસ

|

Jul 20, 2021 | 7:34 PM

ધાર્મિક બાબતોના પ્રધાન મમાદોઉ કોને જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ રાષ્ટ્રપતિને છરીથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પકડી લેવામાં આવ્યો હતો.

માલીના વચગાળાના રાષ્ટ્રપતિ અસિમી ગોઇતા પર હુમલો, છરીના ઘા મારવા કરાયો પ્રયાસ
Stabbing attempt on Mali interim president

Follow us on

માલીના વચગાળાના રાષ્ટ્રપતિ અસિમી ગોઇતાન પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હુમલો કરનારાઓએ છરીના ઘા માર્યા હતા. રાજધાની બામાકોની મોટી મસ્જિદમાં નમાઝ દરમિયાન એએફપીના એક પત્રકારે જોયું કે, બે સશસ્ત્ર શખ્સોમાંથી એક શખ્સે પ્રમુખ અસિમી ગોઇતા પર છરીથી હુમલો કર્યો હતો. રાષ્ટ્રપતિ પરનો આ હુમલો ઇસ્લામિક તહેવાર ઇદ અલ-અદહા દરમિયાન કરવામાં આવ્યો હતો. હુમલો થયાને તરત જ રાષ્ટ્રપતિ ગોઇતાને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ધાર્મિક બાબતોના પ્રધાન મમાદોઉ કોને ન્યૂઝ એજન્સિને જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ “રાષ્ટ્રપતિને છરીથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો” પરંતુ તેને પકડી લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, માલી દેશ એક જેહાદી વિદ્રોહને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જે સૌ પ્રથમ 2012માં દેશના ઉત્તરમાં ઉભરી આવ્યો હતો, અને ત્યારબાદ તે બર્કિના ફાસો, માલી અને નાઇજરમાં ફેલાયો હતો.

 

આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આ પણ વાંચો: Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Next Article