Srilanka Crisis : શ્રીલંકાના વિપક્ષી નેતાએ ભારતીય મદદની કરી પ્રશંસા, જાણો શું કહ્યું પ્રેમદાસાએ?

|

Jul 17, 2022 | 3:54 PM

શ્રીલંકાના (SRILANKA) વિપક્ષના નેતા સજીથ પ્રેમદાસાએ ભારતીય મદદની પ્રશંસા કરી છે.આગામી 20 જુલાઈના રોજ સંસદમાં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.

Srilanka Crisis : શ્રીલંકાના વિપક્ષી નેતાએ ભારતીય મદદની કરી પ્રશંસા, જાણો શું કહ્યું પ્રેમદાસાએ?
Premdasa appreciated India for help

Follow us on

શ્રીલંકાના વિપક્ષના નેતા સજીથ પ્રેમદાસાએ (Sri Lankan LoP Sajith Premadasa)સંકટ સમયે ભારતે કરેલી મદદની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારત સરકાર પાસેથી મદદ અને સમર્થન મેળવવાનું ચાલુ રાખશે. છેલ્લા ઘણા મહિનાઓથી શ્રીલંકા અનેક મોરચે આર્થિક સંકટનો(Sri Lanka Economic Crisis) સામનો કરી રહ્યું છે. દેશમાં ઈંધણ, રાંધણગેસ, ખોરાક અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત છે. ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને 3.8 બિલિયન ડોલરની સહાય આપી છે. ત્યારે શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનવાની હરોળમાં પહેલુ નામ ધરાવતા પ્રેમદાસાએ કહ્યું કે, “અમે અમારા લોકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારત સરકારના (Indian Govt) સમર્થનની પ્રશંસા કરીએ છીએ.”

20 જુલાઈના રોજ નવી રાષ્ટ્રપતિની ચૂંટણી

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકામાં(Srilanka)  ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ (Gotabaya Rajapaksa)રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં તે દેશ છોડીને તે સિંગાપુર ભાગી ગયો છે. પીએમ રાનિલ વિક્રમસિંઘે હવે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તમને જણાવવું રહ્યું કે, શ્રીલંકાની સંસદ 20 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની પસંદગી કરશે, જે વિરોધીઓની પણ મુખ્ય માંગ છે.

મારી પાસે બહુમતીનું પ્રતિનિધિત્વ કરતી સંસદ : પ્રેમદાસા

પ્રેમદાસાએ કહ્યું કે રાષ્ટ્રપતિની પસંદગી માટે તેમની પાર્ટી પાસે 225 સાંસદો છે. તેમણે કહ્યું, સંસદ ગોટાબાયા રાજપક્ષેની વિધાયક બહુમતી બનાવે છે અને રાષ્ટ્રપતિ આ રચનામાંથી ચૂંટાશે. મેં મારું નામ આપ્યું છે, અને જુઓ શું થાય છે. અમે સંસદના તમામ સભ્યો સાથે વાત કરી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યું કે વિજેતાએ ગ્રાસરૂટની વિચારસરણી સાથે સુસંગત હોવું જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમની પાસે બહુમતી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા નેતાએ કહ્યું, “અત્યારે અમારી પાસે સંસદ છે જે લોકોના બહુમતી અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતી નથી.”

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શ્રીલંકાને આર્થિક સંકટમાંથી કઈ રીતે બહાર નીકળશે ?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ દેશને આર્થિક સંકટમાંથી (Srilanka Crisis) કેવી રીતે બહાર કાઢશે, તો વિપક્ષના નેતાએ કહ્યું કે તેમની પાસે ચોક્કસપણે આર્થિક દેવાને દૂર કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, વિપક્ષ ત્રણ વર્ષથી સરકારને સલાહ વિના આર્થિક પગલા ન ઉઠાવવા માટે કહી રહ્યો છે. “તેઓએ ક્યારેય સાંભળ્યું નહીં અને તેથી આજે લોકો આપત્તિજનક સ્થિતિમાં છે.”

Published On - 3:28 pm, Sun, 17 July 22

Next Article