Sri Lanka Crisis: શ્રીલંકામાં સ્થિતિ વણસી, ઈમરજન્સી-લોકડાઉન બાદ હવે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ

દેશના ઈતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટી અંગે રવિવારે પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા શ્રીલંકાની સરકારે શનિવારે દેશભરમાં 36 કલાકનુ લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આ સાથે હવે સોશિયલ મીડિયા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સ્થિતિ વણસી, ઈમરજન્સી-લોકડાઉન બાદ હવે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ
Sri lanka Crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:44 AM

Sri Lanka Crisis:  દેશના ઈતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટી અંગે રવિવારે સૂચિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા શ્રીલંકાની  (Sri Lanka) સરકારે શનિવારે દેશભરમાં 36 કલાકનુ લોકડાઉન લાદવામાં આવ્યુ . ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે આર્થિક સંકટનો(Crisis)  સામનો કરવામાં સરકારની નિષ્ફળતાને લઈને રવિવારે એક વિશાળ પ્રદર્શન બોલાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કર્ફ્યુ (Curfew) લાગૂ હોવાને કારણે લોકો વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં. આ સાથે,સાયબર સુરક્ષા (Cyber Safety) અને ઈન્ટરનેટની ગવર્નન્સ પર નજર રાખનારી સંસ્થા નેટબ્લોક્સે પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધની (Social Media Ban) પુષ્ટિ કરી છે.

શ્રીલંકન સરકારનો મોટો નિર્ણય

તમને જણાવી દઈએ કે, તેણે ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ, સ્નેપચેટ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત શ્રીલંકામાં ઘણા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર પ્રતિબંધની પુષ્ટિ કરી છે. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી જાહેર કટોકટી જાહેર કરતી વિશેષ ગેઝેટ સૂચના જાહેર કરી હતી. માહિતી વિભાગે કહ્યું કે દેશવ્યાપી લોકડાઉન શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. વિભાગે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિએ જાહેર સુરક્ષા વટહુકમ નિયમો હેઠળ ઉપરોક્ત સૂચનાઓ જાહેર કરી છે. એક નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે, “મારા મતે, શ્રીલંકામાં કટોકટી લાદવી એ જાહેર સુરક્ષા વ્યવસ્થા તેમજ સમુદાયોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની સપ્લાય જાળવવાના હિતમાં છે.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેટલાક શહેરોમાં વિરોધ યથાવત

જાહેર કટોકટી લાદ્યા બાદ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવેલા અન્ય એક નિયમમાં, રાજપક્ષેએ કહ્યું કે કર્ફ્યુના કલાકો દરમિયાન કોઈએ બહાર નીકળવું જોઈએ નહીં અને જાહેર સ્થળોએ જવું જોઈએ નહીં. વધુમાં તેમણે કહ્યું, ‘હું સમજું છું કે જાહેર વિસ્તારોમાં વ્યવસ્થા જાળવવી જરૂરી છે.સાથે જ નિર્દેશ આપવામાં આવ્યો છે કે 2 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાથી 6 એપ્રિલ સુધી કોઈ પણ વ્યક્તિ કોઈપણ જાહેર માર્ગ, રેલ્વે, જાહેર ઉદ્યાન, જાહેર મનોરંજન મેદાન અથવા અન્ય જાહેર મેદાન અથવા દરિયા કિનારે લેખિતમાં પરવાનગી વિના જવું નહીં.ઉલ્લેખનીય છે કે, શનિવારે સાંજે 6 વાગ્યે કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ પણ રાત સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહ્યો હતો. જોસ કે લોકડાઉનના આદેશો હોવા છતાં લોકો કોલંબોના કેટલાક શહેરોમાં વિરોધ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો  : શ્રીલંકામાં સોમવાર સુધી લોકડાઉન, કથળતી આર્થિક સ્થિતિને લઈને સરકારનું મોટું પગલું

g clip-path="url(#clip0_868_265)">