Sri Lanka Crisis: શ્રીલંકામાં સ્થિતિમાં કોઇ જ સુધાર નહીં, કાર્યકારી રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે દેશમાં લાદી કટોકટી

|

Jul 18, 2022 | 9:05 AM

ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યપાલક પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં સ્થિતિમાં કોઇ જ સુધાર નહીં, કાર્યકારી રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે દેશમાં લાદી કટોકટી

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) આર્થિક અને રાજકીય કટોકટી હજુ પણ યથાવત જ છે. ગોટાબાયા રાજપક્ષેના  (Gotabaya Rajapaksa) રાજીનામા બાદ શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યપાલક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન રાનિલ વિક્રમસિંઘેએ (Ranil Wickremesinghe) દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. શ્રીલંકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ ખરાબ ચાલી રહી છે. દેશમાં દેખાવકારો રાષ્ટ્રપતિ (President) પદને ખતમ કરવાની અને વ્યવસ્થામાં ફેરફાર ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીલંકામાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. બાદમાં તેમણે રાજીનામું આપ્યું હતું.

શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વચ્ચે, નવા રાષ્ટ્રપતિની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 20 જુલાઈએ દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ પ્રક્રિયાના ભાગરૂપે શનિવારે સંસદના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, શ્રીલંકામાં દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસા સહિત કુલ ચાર નેતાઓ નવા રાષ્ટ્રપતિ બનવાની રેસમાં છે.

9 એપ્રિલે શરૂ થયું હતું પ્રદર્શન

શ્રીલંકામાં ઘણા સમયથી પરિસ્થિતિ ખરાબ છે. જેના પગલે શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન 9 એપ્રિલથી શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ ભવન પાસે શરૂ થયેલું આ પ્રદર્શન ચાલુ છે. શ્રીલંકાના જુદા જુદા ભાગોમાં છૂટાછવાયા પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી શ્રીલંકામાં વ્યવસ્થાના સંપૂર્ણ પરિવર્તનનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ તેમની લડત ચાલુ રાખશે. જણાવી દઈએ કે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ગયા અઠવાડિયે દેશ છોડીને માલદીવ ગયા હતા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

માલદીવ બાદ ગોટાબાયા રાજપક્ષે સિંગાપોર પહોંચ્યા હતા. સિંગાપોર પહોંચ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેખાવકારોએ સંકેત આપ્યો હતો કે કાર્યપાલક પ્રમુખ વિક્રમસિંઘે તેમના માર્ગ પર છે અને તેમને પદ પરથી હટાવવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:31 am, Mon, 18 July 22

Next Article