Spain: US એમ્બેસીમાં શંકાસ્પદ પરબિડીયું મળ્યું, રાષ્ટ્રપતિને પણ મોકલાયા વિસ્ફોટકો

|

Dec 02, 2022 | 9:46 AM

Spain: નોંધનીય છેકે તાજેતરમાં યુક્રેનિયન દુતાવાસમાં આવું જ એક શંકાસ્પદ પાર્સલ મળ્યું હતું. ત્યારે સ્પેનમાં પણ આવો જ એક શંકાસ્પદ લેટર મળ્યો છે. આ ઉપરાંત સ્પેનના રાષ્ટ્રપતિને પણ એક શંકાસ્પદ પત્ર મળ્યો છે. જેને નષ્ટ કરી દેવાયો છે.

Spain: US એમ્બેસીમાં શંકાસ્પદ પરબિડીયું મળ્યું, રાષ્ટ્રપતિને પણ મોકલાયા વિસ્ફોટકો
સ્પેન પોલીસ (ફાઇલ ફોટો)

Follow us on

સ્પેનના મેડ્રિડ શહેરમાં અમેરિકન એમ્બેસીમાં એક શંકાસ્પદ લેટર મળ્યો છે. હાલ તો આ શંકાસ્પદ પરબિડીયાને પોલીસે કબ્જે કર્યો છે. પોલીસે જયારે પરબિડીયું ખોલ્યું ત્યારે તેમાંથી એક વિસ્ફોટક ઉપકરણ મળ્યું હતું. અહીં સૌથી આશ્ચર્યજન વાત એ હતી કે આવો જ સામાનનું પેકેજ સ્પેનના અન્ય શહેરમાં પણ મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા છે કે તાજેતરમાં યુક્રેનિયન દૂતાવાસમાં પણ આવા જ એક બનાવમાં બોંબ વિસ્ફોટની ઘટના થઇ હતી. આટલું ઓછું હોય તેમ આવો જ એક શંકાસ્પદ પત્ર સ્પેનના રાષ્ટ્રપતિને પણ મોકલવામાં આવ્યો છે. જોકે પત્રને સમયસર નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સમાચાર પત્રોમાં આવેલા અહેવાલો અનુસાર, અમેરિકન એમ્બેસીમાંથી મળેલા શંકાસ્પદ પેકેજોને પોલીસ અધિકારીઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. અને, તેમાંથી મળેલી વસ્તુઓને નાશ કરવામાં આવી છે. પોલીસેે વધુમાં કહ્યું  કે આ પોસ્ટલ પેકેજોનો વિસ્ફોટક ઉપકરણો સ્પેનના સંરક્ષણ મંત્રાલય તથા સ્પેનમાં યુરોપિયન યુનિયનના સેટેલાઇટ સેન્ટર સહિત અનેક જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઘટના બાદ તરત જ અધિકારીઓએ દૂતાવાસની આસપાસની હિલચાલ બંધ કરી દીધી છે. પોલીસે કહ્યું કે છેલ્લા બે દિવસમાં  અનેક વિસ્ફોટક પત્રો મોકલાયા છે. જોકે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી કે આ પત્રો મોકલનાર કોણ  છે. પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને આશંકા છે કે આ કૃત્ય યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલું હોઈ શકે છે.

 


રશિયાએ શંકાસ્પદ પ્રવૃતિઓની નિંદા કરી છે

મેડ્રિડમાં રશિયન એમ્બેસીએ ગુરુવારે આ મામલે નિંદા કરી છે. રશિયાએ કહ્યું કે ” રાજદ્વારી મિશનને નિશાન બનાવીને અપાતી ધમકીઓ અથવા હુમલાઓ સંપૂર્ણપણે નિંદનીય બાબત  છે.” નોંધનીય છેકે સ્પેનની ઉચ્ચ અદાલત આ ઘટનાની આતંકવાદ તરીકે તપાસ કરે છે.

સ્પેનની અંદરથી મોકલવામાં આવેલ શંકાસ્પદ લેટર બોમ્બ

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ વિદેશમાં યુક્રેનના તમામ વિદેશી દૂતાવાસોમાં સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો અને તેમના સ્પેનિશ સમકક્ષને તપાસ ઝડપી બનાવવા વિનંતી કરી હતી. સંરક્ષણ પ્રધાન રાફેલ પેરેઝે જણાવ્યું હતું કે પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે પ્રથમ પાંચ પેકેજ સ્પેનની અંદરથી મોકલવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે એક લેટર બોમ્બ સિવાય બાકીના તમામને નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

Published On - 9:43 am, Fri, 2 December 22

Next Article