SpaceX એ રચ્યો ઇતિહાસ, કંપનીએ 4 સામાન્ય લોકોને મોકલ્યા અંતરિક્ષ યાત્રાએ, નવા યુગની શરૂઆત

|

Sep 16, 2021 | 9:37 AM

આ ઘટના વિશ્વભરમાં અવકાશ યાત્રામાં રસ ધરાવતા લોકો માટે જિજ્ઞાસાનું કારણ બની છે.

SpaceX એ રચ્યો ઇતિહાસ, કંપનીએ 4 સામાન્ય લોકોને મોકલ્યા અંતરિક્ષ યાત્રાએ, નવા યુગની શરૂઆત
આ 4 પ્રવાસીઓ 3 દિવસ સુધી 575 કિમી ઉપર પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે

Follow us on

Elon Musk Spacex: એલોન મસ્કની અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેસએક્સએ (SpaceX) બુધવારે રાત્રે (ભારતના સમય અનુસાર) વિશ્વના પ્રથમ ઓલ સિવિલિયન ક્રૂ સાથે અંતરિક્ષમાં ઇન્સ્પિરેશન 4 મિશન લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો હતો. કંપનીએ ભારતીય સમય મુજબ સવારે 5:32 વાગ્યે 4 સામાન્ય લોકોને અવકાશમાં મોકલ્યા છે, આ 4 પ્રવાસીઓ 3 દિવસ સુધી 575 કિમી ઉપર પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે.

આ મુસાફરો પૃથ્વીની સપાટીથી 357 માઇલ (575 કિમી) ની ઊંચાઈએ મુસાફરી કરી રહ્યા છે. ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરમાંથી રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઘટના વિશ્વભરમાં અવકાશ યાત્રામાં રસ ધરાવતા લોકો માટે જિજ્ઞાસાનું કારણ બની છે.

આ મિશન માત્ર સરકાર દ્વારા પ્રાયોજિત અવકાશયાત્રીઓને બદલે સામાન્ય લોકો માટે માનવ અવકાશ ઉડાનના નવા યુગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. 2009 માં, વૈજ્ઞાનિકો 541 કિમીની ઊંચાઈએ હબલ ટેલિસ્કોપને રીપેર કરવા ગયા હતા.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ રીતે પસંદગી થયું ક્રૂ
2009 પછી પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ માનવી આટલી ઊંચાઈ પર છે. સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ લિફ્ટઓફના 12 મિનિટ બાદ ફાલ્કન 9 રોકેટના બીજા તબક્કાથી અલગ થઈ ગઈ હતી, ત્યારબાદ એરોસ્પેસ કંપનીએ જાણ કરી હતી કે નાગરિક ક્રૂ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવી છે.

આ મિશનને 38 વર્ષીય અબજોપતિ અને પરોપકારી જેરેડ ઇસાકમેન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે Shift4 પેમેન્ટ્સ ઇન્કના સીઇઓ છે. તે સ્પેસફ્લાઇટના મિશન કમાન્ડર પણ છે, જેમણે સ્પર્ધા દ્વારા બાકીના ક્રૂને વ્યક્તિગત રીતે પસંદ કર્યા.

કેન્સર સર્વાઇવર પણ મિશનનો સભ્ય
આ મિશનનો હેતુ અમેરિકામાં સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાનો છે. મિશનનું નેતૃત્વ કરી રહેલા આઇઝેકમેન આ દ્વારા 200 મિલિયન ડોલર એકત્ર કરવા માંગે છે, જેમાંથી અડધો ભાગ તે પોતે આપશે. કેન્સર સામે જાગૃતિ અભિયાન પણ મિશનના ભંડોળથી ચલાવવામાં આવશે. મિશનનો સભ્ય કેન્સર સરવાઈવર પણ છે. આ બિન-વ્યાવસાયિક અવકાશયાત્રીઓની પ્રથમ ટીમ છે જે પૃથ્વીની કક્ષામાં જાય છે.

આ પણ વાંચો: IPL 2021: હોંશે હોંશે વિરાટ કોહલીની ટીમ RCB એ આ ખેલાડીને સમાવી લીધો, પરંતુ IPL ડેબ્યૂ પહેલા જ ફોર્મ ફ્લોપ શો થઇ ગયુ!

આ પણ વાંચો: 1 ઓક્ટોબરથી જૂની Cheque Book નકામી બનશે, જોતમારું આ સરકારી બેંકોમાં ખાતું હોય તો તરત જ કરો બેંકનો સંપર્ક

Published On - 9:14 am, Thu, 16 September 21

Next Article