AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: હોંશે હોંશે વિરાટ કોહલીની ટીમ RCB એ આ ખેલાડીને સમાવી લીધો, પરંતુ IPL ડેબ્યૂ પહેલા જ ફોર્મ ફ્લોપ શો થઇ ગયુ!

IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ દરેક વખતે ફોર્મ અને સારા રમતા ખેલાડીઓ પસંદ કરે છે, પરંતુ જ્યારે આઈપીએલ થાય છે, ત્યારે તેમાંથી કોઈ પણ ટીમને ખિતાબ ન આપી શકે.

IPL 2021: હોંશે હોંશે વિરાટ કોહલીની ટીમ RCB એ આ ખેલાડીને સમાવી લીધો, પરંતુ IPL ડેબ્યૂ પહેલા જ ફોર્મ ફ્લોપ શો થઇ ગયુ!
Wanindu Hasaranga-Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 8:33 AM
Share

વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB)  IPL 2021 ના ​​બીજા ભાગમાં ઘણા નવા ખેલાડીઓ ઉમેર્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, ઘણા ખેલાડીઓએ અલગ અલગ કારણોસર પોતાના નામ ટૂર્નામેન્ટમાંથી પરત ખેંચી લીધા હતા. આ કારણે RCB ને રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી હતી. શ્રીલંકાના વાનિંદુ હસારંગા (Wanindu Hasaranga) આવું જ એક નામ છે. આ ઓલરાઉન્ડરને RCB દ્વારા ભારત સામેની શ્રેણીમાં તેના મજબૂત પ્રદર્શન બાદ લેવામાં આવ્યો હતો.

પરંતુ વાનીંદુ હસારંગાનું તાજેતરનું ફોર્મ કોહલી અને તેની ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે અને T20I શ્રેણીમાં, તેણે બોલ અને બેટ બંને સાથે સંઘર્ષ કર્યો. તે ટીમ માટે યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યો. IPL 2021 માં તેઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની ત્રણ મેચમાં વાનીંદુ હસારંગાએ માત્ર 12 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી. જો આપણે આ આંકડા જોઇએ, તો સામે આવે છે કે પ્રથમ વનડેમાં તેણે 10 ઓવર ફેંકી અને 52 રનમાં એક વિકેટ લીધી. આ દરમ્યાન બીજી મેચમાં વિકેટ મળી પરંતુ આ વખતે 10 ઓવરમાં 63 રન ખર્ચવા પડ્યા. ત્યારબાદ ત્રીજી વનડેમાં તેણે આઠ ઓવર ફેંકી અને 32 રનમાં બે વિકેટ લીધી હતી. પછી વારો છે T20 સિરીઝનો. અહીં બેટિંગમાં તેની હાલત વધુ ખરાબ હતી. તે ત્રણ મેચમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. બોલિંગની વાત કરીએ તો તેના નામની સામે ત્રણ વિકેટ જોવા મળે છે, જે શ્રીલંકા તરફથી સૌથી વધુ હતી. આ ત્રણ મેચમાં તેની ઇકોનોમી સાત આસપાસ હતી, જ્યારે મેચો લો સ્કોરિંગ હતી.

આવુ રહ્યુ છે કરિયર

અગાઉ, ભારત સામેની શ્રેણી દરમિયાન, વાનીંદુ હસારંગાએ ત્રણ T20 માં સાત વિકેટ લીધી હતી. આ દરમ્યાન બેટ વડે 29 રન પણ બનાવ્યા હતા. આમાં, તેણે છેલ્લી T20 માં નવ રનમાં ચાર વિકેટ અને અણનમ 14 સાથે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. જો આપણે આ 24 વર્ષીય ખેલાડીની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો ખબર પડે છે કે, 29 વનડેમાં તેણે 23.73 ની સરેરાશથી 546 રન બનાવ્યા છે. તેણે ત્રણ અર્ધસદી ફટકારી છે. હસારંગાએ બોલિંગમાં 29 વિકેટ લીધી છે. T20 ક્રિકેટમાં તેણે 25 મેચમાં 200 રન બનાવવાની સાથે 36 વિકેટ લીધી છે.

આ પણ વાંચોઃ Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયાં, જાણો આજે તમારા શહેરમાં ઇંધણની કિંમત શું છે

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">