જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની ઘટના, 8ના મોત અન્ય ઘાયલ

|

Jan 30, 2023 | 3:42 PM

ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું કે હુમલા બાદ બંને બદમાશો ભાગી ગયા અને પોલીસ હજુ સુધી કોઈની ધરપકડ કરી શકી નથી. પોલીસનું કહેવું છે કે હુમલા પાછળના સંજોગો અને સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની ઘટના, 8ના મોત અન્ય ઘાયલ
South Africa firing incident 8 killed

Follow us on

જન્મની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. દક્ષિણ આફ્રિકાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમારું દિલ હચમચી જશે. અહીં ઈસ્ટર્ન કેપ પ્રાંતમાં બર્થડે પાર્ટીમાં બદમાશો ઘૂસી ગયા અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. દક્ષિણ આફ્રિકન પોલીસ સેવા (SAPS) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના ક્વાજાકેલેના ગકીબેરામાં એક ઘરમાં બની હતી. આ સામૂહિક ગોળીબાર બે હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું કે હુમલા બાદ બંને બદમાશો ભાગી ગયા અને પોલીસ હજુ સુધી કોઈની ધરપકડ કરી શકી નથી. પોલીસનું કહેવું છે કે હુમલા પાછળના સંજોગો અને સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હુમલાખોરોની ધરપકડ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા લોકોની ઓળખ મેળવવામાં આવી રહી છે.

ગયા વર્ષે જુલાઈમાં 19 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં દક્ષિણ આફ્રિકામાં સામૂહિક ગોળીબાર થયો હતો, જેણે દેશને હચમચાવી દીધો હતો. બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 19 લોકોની હત્યા કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મેક્સિકોમાં પણ અંધાધૂંધ ગોળીબારમાં 8ના મોત

તમને જણાવી દઈએ કે ઉત્તર અમેરિકાના ઉત્તરી મેક્સિકોના જેરેઝ શહેરમાં મોડી રાત્રે થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત થયા છે.પોલીસે જણાવ્યું છે કે આ ગોળીબાર એક નાઈટ ક્લબમાં થયો હતો. ભારે હથિયારોથી સજ્જ માણસો બે વાહનોમાં નાઈટ ક્લબમાં પહોંચ્યા હતા. અહીં બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું. સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે ગોળીબાર એટલો તીવ્ર હતો કે નાઈટ ક્લબનો ફ્લોર લોહીથી લાલ થઈ ગયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા.

ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા

ઈસ્ટર્ન કેપ પ્રાંતની આ ઘટના છે. જેમાં બર્થડે પાર્ટીમાં કેટલાક બદમાશો ઘૂસી ગયા અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. ત્યારે  આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાની જાણ થઈ રહી છે તેમજ અન્ય કેટલાક લોકો ઘાયલ છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ સામૂહિક ગોળીબાર બે હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

Next Article