ગટરના પાણીને પીવાલાયક બનાવી રહ્યું છે સિંગાપુર, દરિયાઇ પ્રદુષણમાં થશે ઘટાડો

|

Aug 11, 2021 | 2:21 PM

સિંગાપોરમાં દરરોજ 90 કરોડ લિટર ગંદા પાણીની પ્રોસેસ કરી તેને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ દ્વારા દેશની 40 ટકા પાણીની માગ પૂરી થઈ રહી છે.

ગટરના પાણીને પીવાલાયક બનાવી રહ્યું છે સિંગાપુર, દરિયાઇ પ્રદુષણમાં થશે ઘટાડો
ગટરના પાણીને પીવાલાયક બનાવવામાં આવે છે

Follow us on

સિંગાપોરમાં ગટરના પાણીને (Sewage) પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. દેશમાં સ્થાપિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ માટે મદદ કરી રહ્યા છે. આ ઉપાયથી સમુદ્ર પ્રદૂષણ ઘટાડવામાં આવી રહ્યું છે. આ નાના ટાપુ દેશમાં કુદરતી પાણીનો માત્ર એક નાનો સ્ત્રોત છે. તેના કારણે તેને પાણી પુરવઠા માટે પડોશી દેશ મલેશિયા પર નિર્ભર રહેવું પડે છે. આ સ્થિતિમાં સરકારે આત્મનિર્ભરતા વધારવા માટે એક અદ્યતન સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં ટનલ અને હાઇટેક પ્લાન્ટ દ્વારા ગટરના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

ગટરના પાણીની પ્રક્રિયા કરીને પીવાના પાણીમાં રૂપાંતરિંત કરતા સિંગાપોરની 40 ટકા પાણીની માગ પૂરી કરવામાં આવી રહી છે. દેશની જળ એજન્સી અનુસાર 2060 સુધીમાં આ આંકડો 55 ટકા સુધી પહોંચી જશે. હાલમાં, મોટાભાગના પાણીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે.

પરંતુ તે પૈકી 57 લાખની વસ્તી ધરાવતા દેશના હાલના જળાશયોમાં પીવાના પાણી પુરવઠામાં ઉમેરવામાં આવી રહ્યા છે. આ પ્રણાલીએ દરિયાઇ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરી છે, કારણ કે આ પાણીનો માત્ર એક નાનો ભાગ દરિયામાં છોડવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર, વિશ્વનું 80 ટકા ગંદું પાણી ટ્રીટમેન્ટ અથવા રિસાયક્લિંગ વગર ઇકોસિસ્ટમમાં પાછું જાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાણીની માગ પણ આ રીતે પૂરી થાય છે
પબ્લિક યુટિલિટીઝ બોર્ડના જળ સુધારણા વિભાગના મુખ્ય ઇજનેર લો પે ચીને જણાવ્યું હતું કે, સિંગાપોરમાં કુદરતી સંસાધનોનો અભાવ છે અને તે ખૂબ જ મર્યાદિત છે. આથી જ આપણે હંમેશા પાણીના સ્ત્રોતો શોધવા અને પાણી પુરવઠો વધારવાની અલગ-અલગ રીતો શોધીએ છીએ. તેમણે કહ્યું કે એક રસ્તો એ છે કે દરેક ટીપું એકત્રિત કરો અને તેનો ફરીથી ઉપયોગ કરો.

પાણી પુરવઠો મેળવવા માટે દેશના અન્ય અભિગમોથી અલગ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પાણીની આયાત, જળાશયોનો ઉપયોગ કરીને અને દરિયાના પાણીને વિલવણીકરણ કરીને પણ પાણીનું ઉત્પાદન કરવામાં આવે છે.

દરરોજ 90 કરોડ લિટર ગંદા પાણીની પ્રક્રિયા કરવામાં આવે છે
રિસાયક્લિંગ સિસ્ટમના કેન્દ્રમાં દેશના પૂર્વ કિનારે હાઇટેક ચાંગી વોટર રિક્લેમેશન પ્લાન્ટ (Changi Water Reclamation Plant) છે. જમીનની અછતને કારણે આ પ્લાન્ટનો મોટાભાગનો ભાગ ભૂગર્ભમાં છે, કેટલાક ભાગો 25 માળની ઇમારત જેટલા ઊંડા છે. અહીં ગંદા પાણીને ગટર સાથે જોડાયેલી 48 કિમી લાંબી ટનલ દ્વારા પરિવહન કરવામાં આવે છે.

સમગ્ર પ્લાન્ટમાં સ્ટીલ પાઇપ, ટ્યુબ, ટાંકી, ગાળણ પ્રણાલી અને અન્ય મશીનરીનું નેટવર્ક છે. અહીં દરરોજ 90 કરોડ લિટર ગંદા પાણીનું પ્રોસેસ કરવામાં આવે છે. બિલ્ડિંગમાં હવાને સુગંધિત રાખવા માટે વેન્ટિલેટરનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : India UAE Flights : ભારતથી દુબઇ જનારા પ્રવાસીઓ માટે ખુશખબર, વેકિસનેશન સર્ટિફિકેટની જરૂર નથી

આ પણ વાંચો : નેનો યુરિયાને લઈને સરકારનું મોટું એલાન, અમેરિકા અને યુરોપ સહિતના દેશને એક્સપોર્ટ કરશે ભારત

Next Article