AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેનો યુરિયાને લઈને સરકારનું મોટું એલાન, અમેરિકા અને યુરોપ સહિતના દેશને એક્સપોર્ટ કરશે ભારત

1 જૂનથી ઇફકોએ તેના કલોલ યુનિટમાં નેનો યુરિયાનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. અહીં દરરોજ નેનો યુરિયાની 1.5 લાખ બોટલનું ઉત્પાદન થઈ શકે છે.

નેનો યુરિયાને લઈને સરકારનું મોટું એલાન, અમેરિકા અને યુરોપ સહિતના દેશને એક્સપોર્ટ કરશે ભારત
IFFCO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 11:23 AM
Share

કૃષિ જગતમાં ક્રાંતિ લાવવાની શક્યતાઓથી ભરપૂર ભારતનું ‘નેનો યુરિયા લિક્વિડ ‘ (Nano Urea Liquid) વિશ્વમાં ડંકો વગાડશે. ભારત હવે નેનો યુરિયા લિક્વિડને અમેરિકા, યુરોપ સહિત ઘણા દેશોમાં નિકાસ કરશે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) દ્વારા વિકસિત નેનો યુરિયા લિક્વિડની ઘણા દેશોમાં માગ છે. આ સ્થિતિમાં સરકારે તેની નિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.

જો કે, કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે એક વર્ષમાં ‘નેનો યુરિયા લિક્વિડ’ ખાતર કુલ ઉત્પાદનના 20 ટકાથી વધુ નિકાસ કરવામાં આવશે નહીં. અહેવાલો અનુસાર, 15 કરોડ બોટલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સામે આ વર્ષે 30 લાખ બોટલની નિકાસ કરવામાં આવશે. યુરોપિયન દેશો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ, કેન્યા, તાંઝાનિયા અને કેનેડા સહિત અન્ય દેશોમાં નેનો યુરિયાની નિકાસ કરવામાં આવશે.

ખાતર વિભાગે નિકાસ માટે પરવાનગી આપી ખાતર મંત્રાલયે ખાતર વિભાગના ઇફ્કોએ લીકવીડ નેનો યુરિયાની નિકાસ માટે મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે 31 મેના રોજ ઇફકોએ તેની 50 મી વાર્ષિક સામાન્ય સભામાં ખેડૂતોને વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ઓફર કરી હતી. 1 જૂન, 2021 થી ઇફકોએ તેના કલોલ યુનિટમાં નેનો યુરિયાનું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું. અહીં દરરોજ નેનો યુરિયાની 1.5 લાખ બોટલનું ઉત્પાદન થઈ શકે છે.

નેનો યુરિયાનું ઉત્પાદન વધવા જઈ રહ્યું છે માત્ર એક સપ્તાહ પહેલા રસાયણ અને ખાતર મંત્રાલયે નેનો યુરિયાના ટેકનોલોજી ટ્રાન્સફર માટે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રથમ એમઓયુ ઇફકો (IFFCO) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ એટલે કે એનએફએલ (NFL) વચ્ચે કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો એમઓયુ ઇફકો અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (IFFCO and NCFL) વચ્ચે કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયથી દેશમાં નેનો યુરિયાનું ઉત્પાદન વધુ વધવાની ધારણા છે. જો ઉત્પાદન વધે તો તેની નિકાસ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે. દેશમાં તેની કોઈ અછત રહેશે નહીં.

વિશ્વમાં આ પ્રથમ પ્રયોગ વિશ્વમાં નેનો યુરિયા લીકવીડ સૌપ્રથમ ભારતમાં સહકારી સંસ્થા ઇફકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત પર્યાવરણીય સંરક્ષણ, કૃષિ ખર્ચમાં ઘટાડો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી કરવામાં આવી છે.

તેની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલી જેટલું નાઇટ્રોજન પોષક પૂરું પાડશે. તેની કિંમત માત્ર 240 રૂપિયા છે, એટલે કે પરંપરાગત યુરિયા કરતા 10 ટકા ઓછી છે. તેને 100 લિટર પાણીમાં ઓગાળીને છોડ પર છંટકાવ કરવો પડે છે.

નેનો યુરિયા ખૂબ અસરકારક છે નેનો યુરિયા કેટલું અસરકારક છે તે જાણવા માટે તેનો ઉપયોગ 94 પાક અને લગભગ 11,000 ખેતરોમાં કરવામાં આવ્યો છે. તેના ઉપયોગ સાથે ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. એટલા માટે ઘણા દેશો ભારતીય કૃષિની આ શોધનો લાભ લેવા માંગે છે.

બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પણ ઉત્પાદન થશે અગ્રણી સહકારી કંપની ઇફકોએ પણ તેનું ઉત્પાદન બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં કરવાનું નક્કી કર્યું છે. આ માટે બ્રાઝિલની સહકારી સંસ્થા OCB સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સાથે જ આર્જેન્ટિનામાં INAES અને Cooper નામની બે એજન્સી સાથે ભાગીદારીમાં લિક્વિડ નેનો યુરિયા ઉત્પાદન એકમ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇફકો અનુસાર, ત્રણેય પક્ષો આર્જેન્ટિનામાં નેનો યુરિયા ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીના મિશ્ર ડોઝના ક્લિનિકલ ટ્રાયલના અભ્યાસને DCGIએ આપી મંજૂરી -સૂત્ર

આ પણ વાંચો : Vinayaka Chaturthi 2021 : ગુરુવારે મનાવવામાં આવશે વિનાયક ચતુર્થી, વાંચો ભગવાન ગણેશ અને અનલાસુરની અદભુત કથા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">