ચીનને મોટો ઝટકો, પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન, CPEC વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતર્યા લોકો

|

Nov 21, 2021 | 6:14 PM

કેટલાક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને આ વિષયો સાથે સંકળાયેલા લોકો છેલ્લા એક સપ્તાહથી ગ્વાદરમાં પોર્ટ રોડ પર વાય ચોક ખાતે પ્રદર્શન માટે એકઠા થઈ રહ્યા છે. આ પહેલા પણ લોકોએ અનેકવાર વિરોધ કર્યો હતો.

ચીનને મોટો ઝટકો, પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન, CPEC વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતર્યા લોકો
Protests in Gwadar

Follow us on

પાકિસ્તાનના બંદર શહેર ગ્વાદરમાં બિનજરૂરી ચેકપોઈન્ટ, પાણી અને વીજળીની તીવ્ર અછત, ગેરકાયદેસર માછીમારીથી આજીવિકાના જોખમો અને ચીનનો મલ્ટી-બિલિયન-ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (China Belt and Road Initiative)ના વિરોધને કારણે મોટાપાયે દેખાવો (Huge Protests in Gwadar) થઈ રહ્યા છે.

 

કેટલાક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને આ વિષયો સાથે સંકળાયેલા લોકો છેલ્લા એક સપ્તાહથી ગ્વાદરમાં પોર્ટ રોડ પર વાય ચોક ખાતે પ્રદર્શન માટે એકઠા થઈ રહ્યા છે. આ પહેલા પણ લોકોએ અનેકવાર વિરોધ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન (Pakistan) સરકારે લોકોની દુર્દશા પર કોઈ ધ્યાન આપ્યું ન હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ગ્વાદર એ પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન (Balochistan) પ્રાંતમાં આવેલું દરિયાકાંઠાનું શહેર છે. ‘જંગ’ અખબારે રવિવારે અહેવાલ અનુસાર વિરોધીઓએ બિનજરૂરી સુરક્ષા ચોકીઓ હટાવવા, પીવાનું પાણી અને વીજળી પૂરી પાડવા, મકરાન કિનારેથી મોટી યાંત્રિક માછીમારીની બોટોને હટાવવા અને પંજગુરથી ગ્વાદર સુધી ઈરાન સરહદ ખોલવાની માંગ કરી છે.(Protest in Gwadar Port City). ‘ગિવ રાઈટ્સ ટૂ ગ્વાદર’ રેલીના પ્રમુખ મૌલાના હિદાયત ઉર રહેમાને કહ્યું કે જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

 

ચીનની વધતી હાજરી

તેમણે કહ્યું કે આ વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણમાં સરકાર પ્રમાણિક નથી. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર તેણે કહ્યું, ” ચેકપોઈન્ટ પર રોકવા અને તેના ઠેકાણા વિશે પૂછવું અપમાનજનક છે.” આ પ્રદર્શન ગ્વાદરમાં ચીનની વધતી હાજરી સામે અસંતોષનો એક ભાગ છે. ગ્વાદર બંદર 60 અરબ ડોલરનો ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ (China–Pakistan Economic Corridor)નો એક મહત્વપૂર્ણ ભાગ છે.

 

ભારતે વાંધો ઉઠાવ્યો હતો

આ પ્રોજેક્ટ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (China in Pakistan)માંથી પસાર થતો હોવાથી ભારત ચીન સાથે પહેલા જ તેનો વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે. ડૉન અખબારે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે વહીવટીતંત્રની પ્રાથમિકતા બંદર અને તેની સાથે સંકળાયેલા હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવાની છે.

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં જાણીતા ડોક્ટરનું અપહરણ કર્યા બાદ હત્યા, ખંડણીની રકમ આપવા છતાં મૃતદેહ રસ્તા પર મળ્યો

 

આ પણ વાંચો: UAE ની એક એવી ભારતીય સ્કૂલ જેના અભ્યાસક્રમમાં કૃષિ વિશે ભણાવામાં આવે છે, બાળકો કરે છે 24 પ્રકારના શાકભાજીની ખેતી

Next Article