પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે શાહબાઝ શરીફ, આજે રાત્રે 8 વાગ્યે લેશે પીએમ પદના શપથ

Pakistan: શાહબાઝ શરીફ માટે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શાહ મહેમૂદ કુરેશીએ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપી દીધું છે. આ રીતે શાહબાઝ હવે નવા વડાપ્રધાન બનશે.

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે શાહબાઝ શરીફ, આજે રાત્રે 8 વાગ્યે લેશે પીએમ પદના શપથ
Shehbaz Sharif (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 5:41 PM

ઈમરાન ખાનની (Imran Khan) સરકારના પતન બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ (Shehbaz Sharif) દેશના આગામી વઝીર-એ-આઝમ બનવા જઈ રહ્યા છે. તેઓ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના પીએમ તરીકે શપથ લેતા પહેલા એક વાર જાણીએ કે ભારત પ્રત્યે તેમનું વલણ શું છે? તેઓ ભારતના પડોશી દેશ વિશે શું વિચારે છે? જો એમને જાણવું હોય તો ચાર વર્ષ પાછળ જવું પડશે. 2018 ની વાત છે. શાહબાઝ શરીફે ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, અમારું લોહી ઉકળી રહ્યું છે. અમે કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બનાવીને જ રાખીશું. શાહબાઝ શરીફનું આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની વિચારસરણી ભારત પ્રત્યે શું છે.

આ પહેલા પણ શાહબાઝ શરીફ ભારત વિશે ઘણા ઉશ્કેરણીજનક નિવેદનો આપી ચૂક્યા છે. અમે અહીં તેમના જૂના નિવેદનોની એક પછી એક ચર્ચા કરીશું નહીં. શાહબાઝ શરીફે પોતાના તાજા અને તાજેતરના નિવેદનમાં ભારત પ્રત્યેની પોતાની વિચારસરણી દર્શાવી છે. આ સાથે તેનું સાચું સ્વરૂપ પણ સામે આવ્યું. રવિવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખે કહ્યું હતું કે, અમે ભારત સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કાશ્મીર મુદ્દાના ઉકેલ વિના શાંતિ શક્ય નથી.

ઈમરાન ખાન સત્તામાંથી બહાર થતાની સાથે જ ચીનનો પણ સૂર બદલાયો

ઇમરાન ખાન પાકિસ્તાનમાં સત્તામાંથી બહાર થતાંની સાથે જ ચીનનો સૂર પણ બદલાઈ ગયો. તેણે શાહબાઝને ઈમરાન કરતાં સારો મિત્ર ગણ્યો છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. અખબારનું કહેવું છે કે શાહબાઝ શરીફના કાર્યકાળ દરમિયાન ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ સુધરી શકે છે. એટલું જ નહીં, ગ્લોબલ ટાઈમ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શબાઝ શરીફના વડાપ્રધાન બનવાથી ભારત-પાકિસ્તાનના સંબંધો પર પણ અસર થશે.

આ પણ વાંચો : પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગે છે, સ્વરૂપ બદલીને પ્રસરી રહ્યુ છે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ

આ પણ વાંચો : Pakistan: નવા PMની ચૂંટણી પહેલા ઈમરાનની પાર્ટીનો સાંસદોને આદેશ, ‘ગૃહમાં રહે હાજર અને કુરૈશીના પક્ષમાં આપે મત’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">